IND W vs BAN W : બાંગ્લાદેશને હરાવીને ભારત એશિયા કપની ફાઈનલમાં, આ દેશ સાથે થઈ શકે ફાઈનલ મુકાબલો

Women's Asia Cup 2024 : ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતે લો સ્કોરર મુકાબલામાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં જગ્યા પાકી કરી લીધી.

ટુર્નામેન્ટમાં અપરાજિત રહેનારી ભારતીય ટીમ સામે ટીમ માત્ર 80 રનના સ્કોર સુધી જ સિમિત રહી હતી. જવાબમાં ભારતીય ટીમે આસાનીથી 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

Indian Women s Cricket Team

સેમિફાઇનલમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ભારતીય બોલરોએ આવતાની સાથે જ બાંગ્લાદેશ પર દબાણ બનાવી દીધુ.

ટીમ ઈન્ડિયા તરફથી રાધા યાદવ અને રેણુકા સિંહે બાંગ્લાદેશની કમર તોડી નાખી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા અને દીપ્તિના ખાતામાં 1-1 વિકેટ આવી.

ભારત તરફથી ખતરનાક બોલિંગ જોવા મળી પરંતુ બાંગ્લાદેશ ઇનફોર્મ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાને આઉટ કરી શક્યુ નહીં. બંનેએ મેચને એકતરફી બનાવીને આસાન જીત અપાવી દીધી.

શેફાલીએ 26 રનની અણનમ ઇનિંગ રમી જ્યારે સ્મૃતિએ અણનમ 55 રન બનાવ્યા. મંધાનાએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઇનિંગ્સના કારણે ભારતે 10 વિકેટે મેચ જીતીને ફાઇનલમાં મજબૂત એન્ટ્રી કરી.

આ જીત બાદ હવે ફેન્સ ભારત સામે ફાઈનલમાં કોણ હશે તેની રાહ જોઈ રહ્યાં છે. બીજી સેમિફાઈનલમાં શ્રીલંકા અને પાકિસ્તાનમાંથી જે પણ ટીમ જીતશે તે ભારત સામે ફાઈનલમાં ટકરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X