IND vs SL : રોહિત શર્માના નામે મોટી ઉપલબ્ધિ, આવુ કરનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો
IND vs SL : શ્રીલંકા સામે રમાઈ રહેલી વન ડે સિરીઝમાં રોહિત શર્માએ પહેલા વન ડેમાં શાનદાર શરૂઆત અપાવી. આ ઈનિંગ સાથે રોહિત શર્માએ મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપ બાદ ફરી એકવાર મેદાન પર ધમાલ જોવા મળ્યો. શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં રોહિત શર્માએ વિસ્ફોટક સ્ટાઈલમાં બેટિંગ કરી અને અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો.

રોહિત શર્માએ શ્રીલંકા સામેની વનડે મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 15,000 રન બનાવનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો. રોહિતે 3 મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં આ સિદ્ધિ મેળવી.
રોહિત શર્માએ વર્ષ 2013માં ઓપનર તરીકે પોતાની સફર શરૂ કરી હતી. ત્યારથી તેણે ભારત માટે સતત ઘણી મોટી ઇનિંગ્સ રમી. સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ ક્રમે છે. ઓપનર તરીકે સૌથી ઝડપી 15,000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર બીજા સ્થાને છે.
2013માં ઓપનર તરીકે ડેબ્યૂ કર્યા બાદ રોહિત શર્માએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ સમયગાળા દરમિયાન તેણે ઘણા રેકોર્ડ અને સિદ્ધિઓ પોતાના નામે નોંધાવી છે. રોહિત શર્મા એક મહિનાથી વધુ સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત શર્મા વનડેમાં સતત સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 230 રન બનાવ્યા. વેલાલાગેના 65 બોલમાં અણનમ 66 રન અને નિશંકાની 56 રનની ઇનિંગના આધારે શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટે 230 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી., શુભમન ગિલ પ્રથમ વન-ડેમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
