Smriti Mandhanaએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, સૌથી ઝડપી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
IND vs AUS Smriti Mandhana: ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામેની ત્રીજી વનડેમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. આ મેચમાં મંધાનાએ 50 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. તે ભારત માટે વનડે (પુરુષો અને મહિલા) માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગઈ છે. તેને આ મામલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 52 બોલમાં સદી ફટકારી હતી.

413 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ટીમને મજબૂત શરૂઆત અપાવી. તેને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું, પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. સ્મૃતિ મંધાનાએ 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે રિચા ઘોષનો રેકોર્ડ તોડતા મહિલા વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની.
Smriti Mandhana fastest century: આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 50 બોલમાં પોતાની સદી પૂરી કરી અને મહિલા વનડેમાં સદી ફટકારનાર બીજી સૌથી ઝડપી બેટ્સમેન બની. મહિલા વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગના નામે છે.
2012માં, મેગ લેનિંગે નોર્થ સિડની ઓવલ ખાતે ન્યુઝીલેન્ડની મહિલા ટીમ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. હવે સ્મૃતિ મંધાના આ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. બેથ મૂની અને કરેન રોલ્ટન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. બંનેએ 57 બોલમાં સદી ફટકારી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
