ICC World Cup 2023, IND vs PAK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આંતકી હુમલાનું સંકટ, જાણો ગુજરાત પોલીસે કહી આ વાત
ICC World Cup 2023, IND vs PAK: ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ સમગ્ર દુનિયામાં સૌથી વધુ જોવાતી ઇવેન્ટમાંથી એક છે. વિશ્વ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
આ મેચ દરમિયાન આતંકી હુમલાની ધમકી મળી છે. આ વચ્ચે ગુજરાત પોલીસે આ આશ્વાસન આપ્યું છે કે, સુરક્ષા અંગે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં વીવીઆઈપી મુવમેન્ટ સાથે 5 ડઝનથી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ આવવાની શક્યતાને કારણે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચો શરૂ થઈ ગઈ છે, અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરાડિયાએ જણાવ્યું હતું કે, 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટના મેદાનમાં કટ્ટર હરીફ ટીમો સામસામે હોવાથી વિશાળ ભીડ એકત્ર થવાની ધારણા છે.
મેચ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી અંગે તેમણે જણાવ્યું હતું કે, આવી ધમકીથી લોકોએ ડરવાની જરૂર નથી, ઉલ્લેખનીય છે કે, એક અજાણ્યા વ્યક્તિએ વડાપ્રધાનને નુકસાન પહોંચાડવાની અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મોકલ્યો હતો.
ચિરાગ કોરાડિયાએ જણાવ્યું હતું કે, અન્ય મેચોની સરખામણીમાં આગામી ભારત-પાકિસ્તાન મેચ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 5 ઓક્ટોબરના રોજ રમાયેલી પ્રથમ મેચ દરમિયાન, પોલીસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસ તેમજ વાહનોની સઘન તપાસ કરી હતી.
લોકોની અવરજવર પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ 11 ઓક્ટોબરથી સુરક્ષા વ્યવસ્થા વધારશે, સ્ટેડિયમના મુખ્ય દરવાજા, હોટલ અને ગેસ્ટ હાઉસની તપાસ કરવામાં આવશે, શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
ધમકીભર્યો મેલ મોકલનારે વ્યક્તિએ 500 કરોડ રૂપિયા અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગણી કરી હતી. અગાઉ, 5 ઓક્ટોબરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની મેચ માટે, ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા સતત ધમકીઓ વચ્ચે મોટેરા વિસ્તાર અને અમદાવાદના અન્ય ભાગોમાં સ્ટેડિયમમાં લગભગ 3,500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
ઓપનિંગ મેચ પહેલા, ગુજરાત પોલીસ ક્રિકેટ વર્લ્ડ કપને વર્લ્ડ ટેરરકપમાં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુની પણ તપાસ કરી રહી છે.
મેચ જોવા આવતા વીવીઆઈપીઓની સુરક્ષાને લઈને પોલીસ ખૂબ જ ચિંતિત છે. મેચ જોવા માટે વીવીઆઈપીના આગમન દરમિયાન પાંચ ડઝનથી વધુ ચાર્ટર્ડ ફ્લાઈટની અવરજવરને લઈને પણ પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વીવીઆઈપી એરપોર્ટથી સ્ટેડિયમ સુધી એક ખાસ કોરિડોર પણ બનાવવામાં આવશે, જેથી કરીને તેમને સ્ટેડિયમની અંદર લઈ જઈ શકાય અને ભીડથી દૂર સલામત માર્ગે બહાર લઈ જઈ શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
