Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cricket News : આ શું બોલી ગયો કોહલી, આ પાકિસ્તાની બેટ્સમેન ગણાવ્યો દુનિયાનો નંબર-1 બેટ્સમેન

Cricket News : ભારતના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, પરંતુ વિરાટ કોહલી બીજા બેટ્સમેનને વિશ્વનો નંબર વન બેટ્સમેન માને છે.

તમને આ વાતા જાણીને ચોક્કસપણ આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી છે. તેણે પાકિસ્તાની ખેલાડીને ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક ગણાવ્યો છે.

Cricket News

ઉલ્લેખનીય છે કે, કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની પ્રશંસા કરી હતી. તેણે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી હતી.

વિરાટ કોહલીએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં યાદ કરતા જણાવ્યું હતું કે, બાબર આઝમની સાથે મારી પ્રથમ વાતચીત 2019 (ODI) વર્લ્ડ કપ દરમિયાન માન્ચેસ્ટરમાં મેચ પછી થઈ હતી.

બાબરે આઝમને ગણાવ્યો નંબર વન બેટ્સમેન - વિરાટ કોહલીએ આગળ જણાવ્યું હતું કે, હું અંડર-19 વર્લ્ડ કપથી ઇમાદ (વસીમ)ને ઓળખું છું અને તેણે કહ્યું કે, બાબર વાતચીત કરવા માંગતો હતો. અમે બેસીને રમત વિશે વાત કરી. મેં જોયું પહેલા દિવસથી તેનામાં ઘણો આદર અને સન્માન છે અને તે બદલાયું નથી. તે સંભવતઃ તમામ ફોર્મેટમાં વિશ્વનો ટોચનો બેટ્સમેન છે અને તે એક સાતત્યપૂર્ણ પર્ફોર્મર છે અને મને હંમેશા તેને રમતા જોવાનું પસંદ છે.

એશિયા કપ અને વર્લ્ડ કપમાં થશે મુકાબલો - અત્રે નોંધનીય બાબત છે કે, બાબર આઝમ ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. જ્યારે વિરાટ કોહલી આ યાદીમાં 9મા સ્થાને છે. આ સિવાય બાબર આઝમ ટેસ્ટ અને T-20I રેન્કિંગમાં ટોપ-5માં છે. દરેક ફોર્મેટમાં ટોપ-5માં સ્થાન મેળવનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

નોંધનીય છે કે, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરના રોજ ટકરાશે. આવા સમયે, ODI વર્લ્ડ કપમાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં બંને વચ્ચે શાનદાર મેચ રમાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X