Champions Trophy 2025 : ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે? જાણો શું કહ્યું રાજીવ શુક્લાએ?
Rajeev Shukla on Champions Trophy 2025 : પાકિસ્તાનમાં રમાવા જઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. તમામ લોકોની નજર એના પર છે કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ?
આ વિવાદ વચ્ચે આઈસીસી કોઈ નિર્ણય જાહેર કરે તે પહેલા બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.

ન્યૂઝ એજન્સી ANI દ્વારા રાજીવ શુક્લાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાજીવ શુક્લા કહી રહ્યાં છે કે આ વિષય પર પાકિસ્તાન બોર્ડ અને ICC સાથે સતત વાતચીત ચાલી રહી છે.
તે વીડિયોમાં કહી રહ્યા છે કે, અમારી સરકાર અમને જે પણ આદેશ આપશે તે અમે લઈશું. અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતની સ્થિતિ અંગેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
આ મુદ્દે પાકિસ્તાનમાં હંગામાનો માહોલ છે. તેણે પોતાની ધરતી પર આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે પરંતુ રાજીવ શુક્લાનું નિવેદન સૂચવે છે કે આ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોઈપણ નિર્ણય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે અને ખેલાડીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા હશે.
રાજીવ શુક્લાએ આગળ કહ્યું કે, હાઈબ્રિડ મોડ પણ વિકલ્પ તરીકે ચર્ચામાં છે. હાઇબ્રિડ મોડનો અર્થ એ છે કે કેટલીક મેચ પાકિસ્તાનમાં અને કેટલીક અન્ય દેશોમાં યોજવામાં આવે, જેથી સુરક્ષાની ચિંતાઓનું સમાધાન કરી શકાય. હવે તમામ લોકોની નજર એ છે કે અંતિમ નિર્ણય શું આવે છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
