Asian Games: ગોલ્ડ જીતીને રોઇ પડી ભારતીય મહિલા ક્રિકેટર, કેમ આંખોમાંથી નિકળ્યા આંસુ
ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવીને જોરદાર ધમાલ મચાવી હતી. ભારતીય ટીમે પ્રથમ વખત ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની જીતને લઈને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા તરફથી પ્રતિક્રિયા આવી છે. મંધાનાએ જણાવ્યું કે ગોલ્ડ મેડલ જીત્યા બાદ તે કેવું અનુભવે છે. તેણે નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ વિશે વાત કરી અને હવે પોતાના ગોલ્ડ પછી ભારતીય ધ્વજ ઊંચો જતો જોવાની લાગણી શેર કરી હતી.

મંધાનાએ કહ્યું કે અમે નીરજ ચોપરાને ગિલ્ડ મેડલ જીતતા જોયા છે. હવે ભારતનો રાષ્ટ્રધ્વજ ઊંચો જતો જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું અને ધ્વજ લહેરાતો હતો. તે એકદમ ખાસ હતું. સુવર્ણ ચંદ્રક એ સુવર્ણ ચંદ્રક છે, હું ખુશ છું કે અમે આજે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું.
શેફાલી વર્માએ કહ્યું કે અમે જીતવા માટે સખત મહેનત કરી હતી અને તે સારું લાગે છે. અમે વિજય નોંધાવવામાં સફળ રહ્યા છીએ, તેથી અમે ખુશ છીએ. બધાએ અમને ટેકો આપ્યો, આ માટે સમગ્ર દેશનો આભાર. જો અમને ઓલિમ્પિકમાં તક મળશે તો અમે ત્યાં પણ ગોલ્ડ મેડલ માટે આપણું સર્વસ્વ આપીશું.
ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચની ધીમી પીચ પર ટીમ ઈન્ડિયાએ સારી બેટિંગ કરી હતી. જોકે સ્કોર વધારે ન હતો, પરંતુ શ્રીલંકાની ટીમને 118 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ધીમી વિકેટ પર આટલો સ્કોર બનાવવો સરળ કામ નહોતું. આવું જ શ્રીલંકન ટીમ સાથે થયું છે.
#WATCH | Hangzhou, China | Shafali Verma, member of the Gold-winning Indian Women's Cricket Team at the Asian Games says, "Of course, it feels great because we work hard to win. We won and we are delighted. We feel proud. Thanks to India for all the support...If (we get an… pic.twitter.com/HESBJ3NoFG
— ANI (@ANI) September 25, 2023
શ્રીલંકાની ટીમ 20 ઓવર રમીને 8 વિકેટે 97 રન બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે 19 રનથી મેચ જીતીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
