Asia Cup Tickets 2023, IND vs PAK : આ રીતે ખરીદો ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટ, ઉતાવળ રાખજો નહીંતર રહી જશો
Asia Cup Tickets 2023, IND vs PAK T20 match: એશિયા કપ 2023 ODI ફોર્મેટ અને હાઇબ્રિડ મોડલ પર રમાશે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરના રોજ ટકરાશે.
આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PCBએ ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે. પીસીબીએ બુધવારની મોડી રાત્રે આની જાહેરાત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, એશિયા કપ 2023માં ભારત તેની મેચ હાઇબ્રિડ મોડલ પર રમશે. ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. આવા કિસ્સામાં શ્રીલંકામાં રમાનારી મેચોની ટિકિટ 17 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારની રાત્રે સત્તાવાર નિવેદન જાહેર કરીને આની જાહેરાત કરી હતી. એશિયા કપની મેચોની ટિકિટ pcb.bookme.pk પર ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ રમાનાર હાઈવોલ્ટેજ મેચની ટિકિટ 17 ઓગસ્ટથી મળવાનું શરૂ થઈ જશે. પ્રથમ તબક્કાની મેચોની ટિકિટોનું વેચાણ બપોરે 12.30 કલાકથી શરૂ થશે.
આવા સમયે, શ્રીલંકામાં યોજાનારી મેચ માટે ટિકિટ વેચાણનો બીજો તબક્કો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. કેન્ડીમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
PCB અનુસાર, એક વ્યક્તિ એક જ ID/પાસપોર્ટ પર વધુમાં વધુ ચાર ટિકિટ ખરીદી શકે છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે એક જ ID/પાસપોર્ટ પર વધુમાં વધુ બે વિકેટ ખરીદી શકાય છે. જેઓ હોસ્પિટાલિટી બોક્સમાંથી મેચ જોવા ઈચ્છે છે, તેઓ Ticketing@pcb.com.pk પર તેમનો ઈમેલ મોકલી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનમાં આયોજિત થનારી એશિયા કપ મેચ માટે ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. પ્રથમ મેચ 30 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. પાકિસ્તાનમાં 4 ચાર મેચ રમાશે. ફાઈનલ સહિત બાકીની નવ મેચો શ્રીલંકામાં યોજાશે.












Click it and Unblock the Notifications
