Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Asia Cup 2023, Kuldeep Yadav Records : કુલદીપ યાદવે લીધી સૌથી ઝડપી 150 વિકેટ, બનાવ્યા આ રેકોર્ડ

Asia Cup 2023, Kuldeep Yadav Records: એશિયા કપ 2023ના સુપર 4માં ભારત અને શ્રીલંકાને 41 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ ઇન્ડિયાએ સુપર 4ના પોતાના અંતિમ મેચમાં 15 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સાથે ટકરાશે.

આ ફાઇનલમાં પહોંચવા માટે હવે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ બંને 14 સપ્ટેમ્બરના રોજ ટકરાશે. જે એક વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ થશે. બંનેમાંથી એક હારનારી ટીમ બહાર થશે. મંગળવારના રોજ ભારતે શ્રીલંકાનો સતત 13 મેચ જીતવાનો વિજય રથ અટકાવી દીધો છે.

Kuldeep Yadav Records

શ્રીલંકાએ સતત 13 વનડે જીતી - વનડેમાં સતત સૌથી વધુ જીતના મામલે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયા જાન્યુઆરી 2003 થી મે 2003 વચ્ચે સતત 21 વનડે જીત્યું હતું. શ્રીલંકા સતત 13 જીત સાથે બીજા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સતત 12 જીત સાથે બીજા સ્થાને છે.

દક્ષિણ આફ્રિકાએ બે વખત 12-12 મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે. પ્રથમ વખત તેણે ફેબ્રુઆરી 2005 થી જૂન 2008 વચ્ચે અને બીજી વખત સપ્ટેમ્બર 2016 થી ફેબ્રુઆરી 2017 વચ્ચે આવું કર્યું હતું. આવા સમયે, પાકિસ્તાને નવેમ્બર 2007 થી જૂન 2008 વચ્ચે સતત 12 વનડે જીતી હતી.

કુલદીપ યાદવની શાનદાર બોલિંગ - શ્રીલંકા સામેની મેચમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 9.3 ઓવરમાં 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. શાનદાર ફોર્મમાં રહેલા આ ચાઈનામેન સ્પિનરે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં તબાહી મચાવી હતી અને પાંચ વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા સામે ચાર વિકેટ લેવાની સાથે કુલદીપે વનડેમાં 150 વિકેટ પણ પૂરી કરી હતી. તેણે 88 મેચમાં આવું કર્યું હતું. તે ODIમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ડાબોડી બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના અબ્દુર રઝાકના નામે હતો. રઝાકે 108 વનડેમાં આ કર્યું હતું.

150 વિકેટ પૂરી કરનારા સૌથી ઝડપી સ્પિનર્સ - કુલદીપ સ્પિનર્સમાં ચોથા સ્થાને છે. તે વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ પૂરી કરનાર ચોથો સ્પિનર છે. આ યાદીમાં પાકિસ્તાનનો સકલેન મુશ્તાક ટોપ પર છે.

મુશ્તાકે 78 મેચમાં આવું કર્યું હતું. જ્યાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 80 મેચ સાથે બીજા સ્થાને છે, જ્યારે શ્રીલંકાના અજંતા મેન્ડિસ 84 મેચ સાથે ત્રીજા સ્થાને છે.

વનડેમાં કુલદીપ ભારતનો સૌથી ઝડપી 150 વિકેટ ઝડપનાર બીજો બોલર છે. આ યાદીમાં મોહમ્મદ શામી ટોપ પર છે. તેણે 80 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું.

વેલાલ્ગેએ પણ રેકોર્ડ બનાવ્યો - આ સિવાય શ્રીલંકાના 20 વર્ષના યુવા ઓલરાઉન્ડર ડ્યુનિથ વેલાલેગે પણ પોતાના પ્રદર્શનથી આખી દુનિયાને પ્રભાવિત કરી હતી.

વેલાલ્ગેએ 10 ઓવરમાં 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ પછી બેટિંગ કરતી વખતે તેણે 46 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રનની અણનમ ઈનિંગ રમી હતી.

એક સમયે શ્રીલંકાએ 99 રન બનાવ્યા હતા અને છ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વેલાલેગે ધનંજય ડી સિલ્વા સાથે મળીને સાતમી વિકેટ માટે 63 રનની પાર્ટનરશીપ કરી હતી.

એવું લાગતું હતું કે, આ બંને શ્રીલંકા માટે મેચ જીતી જશે, પરંતુ ડી સિલ્વાના આઉટ થવાના કારણે શ્રીલંકાની ઇનિંગ્સ ડૂબી ગઈ અને ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વેલાલાગે શ્રીલંકા માટે એક ODI ઇનિંગ્સમાં 40 થી વધુ રન અને પાંચ વિકેટ લેનાર ચોથો ખેલાડી છે. આ પહેલા સનથ જયસૂર્યા, દાસુન શનાકા અને થીલન તુશારા આ કરી ચુક્યા છે.

ODI એશિયા કપમાં આવું કરનાર વેલાલાગે પ્રથમ ખેલાડી છે. મેચની વાત કરીએ, તો કોલંબોમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. તેણે વનડેમાં 10 હજાર રન પણ પૂરા કર્યા હતા. તેની 48 બોલની ઇનિંગમાં તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X