રાહુલ દ્રવિડની જગ્યાએ ખેલાડી બની શકે છે ભારતીય ટીમના હેડ કોચ, BCCI એ શરૂ કરી પ્રોસેસ
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુરો થઈ ગયો છે અને હવે નવા કોચ માટેની પ્રકિયા બીસીસીઆઈએ શરૂ કરી દીધી છે.
રાહુલ દ્વવિડ સિવાય ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ટૂંક સમયમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. હાલ રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ છે પરંતુ BCCIએ નવા મુખ્ય કોચની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સમાચારો અનુસાર, ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને ભારતના નવા કોચ બનાવવામાં આવી શકે છે. BCCIના અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે કે ફ્લેમિંગ ક્યારે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને આ પદ માટે અરજી કરે. BCCIની શરતો અનુસાર નવા કોચે ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળવી પડશે.
BCCIએ ભારતીય ટીમ માટે નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. T20 વર્લ્ડ કપ 2024 પછી નવા કોચની નિમણૂક થઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે રાખવામાં આવી છે.
સુત્રો અનુસાર, 2009થી ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગ નવા કોચની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. જો આમ થશે તો આગામી કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટની હાલત બદલાવાની સંભાવના છે. ફ્લેમિંગ પાસે સારી સ્કીલ છે અને તે જાણે છે કે સકારાત્મક વાતાવરણ બનાવીને તેના ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ કેવી રીતે મેળવવું.
IPLમાં CSKના કોચ તરીકેની સફળતાની ટકાવારીને કારણે તેને ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
માર્ચમાં આઈપીએલ 2024ની શરૂઆત પહેલા જ રાહુલ દ્રવિડે બીસીસીઆઈ પાસે માંગ કરી હતી કે તે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે તાજેતરમાં કહ્યું હતું કે જો રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચના પદ પર રહેવા માંગે છે તો તેણે ફરીથી અરજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ દ્રવિડને ઓછામાં ઓછા ટેસ્ટ ટીમમાં રહેવાની માંગ કરી હતી પરંતુ તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું છે. આ સ્થિતિમાં BCCIએ ટેસ્ટ અને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને બે અલગ-અલગ કોચ આપવા પડે.
ટીમ ઈન્ડિયાના નવા કોચ જે પણ હશે તેનો કાર્યકાળ 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027 સુધી ચાલશે. આનો અર્થ એ થયો કે નવા કોચ 2027 ODI ક્રિકેટ વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમની કમાન સંભાળશે. એક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હેડ કોચ સિવાય સપોર્ટિંગ સ્ટાફમાં 14-16 લોકોને રાખવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
