કોહલી-બુમરાહના ફેન થયા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઓસ્ટ્રેલિયન ટીમને પહેલી ટેસ્ટમાં ખરાબ રીતે હરાવ્યા બાદ દુનિયાભરમાં ભારતીય ટીમનો ડંકો વાગી રહ્યો છે. હવે ભારતીય ટીમની ફેન ફોલોઈંગમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી પણ સામેલ થયા છે.
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયન પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જોવા મળી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીએ કેનબેરામાં સંસદ ભવનમાં ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કર્યું હતં. તેમણે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહની પ્રશંસા કરી અને વિરાટ વિશે મજાકમાં કહ્યું કે તે તાજેતરના વર્ષોમાં ઓસ્ટ્રેલિયન ટીમ પર હાવી રહ્યો છે.
રોહિત શર્માએ વડાપ્રધાન અલ્બાનીનો ખેલાડીઓ સાથે પરિચય કરાવ્યો ત્યારે તેમણે જસપ્રિત બુમરાહની પ્રશંસા કરી અને તેની બોલિંગ એક્શનને અત્યાર સુધીની સૌથી અનોખી ગણાવી. આ પછી તેમણે વિરાટ કોહલીને પર્થ ટેસ્ટમાં સદી ફટકારવા બદલ અભિનંદન આપ્યા.
વડાપ્રધાન અલ્બાનીએ વિરાટ કોહલીને કહ્યું કે, પર્થમાં સારો સમય પસાર કર્યો, એવું લાગી રહ્યું હતું કે તે સમયે બહુ પરેશાન નહોતા. કોહલીએ જવાબ આપ્યો કે, બસ તેમાં થોડો મસાલો ઉમેરો.
ભારતીય ખેલાડીઓ શનિવાર અને રવિવારે મનુકા ઓવલ ખાતે વડાપ્રધાન ઇલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ પહેલા બુધવારે કેનબેરા પહોંચ્યા છે. એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ પહેલા ભારત પરિસ્થિતિને અનુરૂપ ગુલાબી બોલથી મેચ રમાશે.
Australian Prime Minister Anthony Albanese meets the Indian Cricket Team at Parliament House, chatting with Jasprit Bumrah and Virat Kohli. #ausvind #BGT2024@SBSNews pic.twitter.com/iyPJINCR7R
— Naveen Razik (@naveenjrazik) November 28, 2024
જણાવી દઈએ કે, ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે, આ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી મોટી જીત છે. જસપ્રીત બુમરાહે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું. રોહિત બીજા બાળકના જન્મ દરમિયાન તેની પત્ની સાથે ટેસ્ટ સિરીઝની પ્રથમમાંથી બહાર હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
