Asian Games 2023 Match Today: એશિયન ગેમ્સમાં આજે કોની મેચ છે, જાણો ટીમ ઈન્ડિયાનુ આખુ શિડ્યુલ
Asian Games 2023: એશિયન ગેમ્સમાં આજે 21મી સપ્ટેમ્બરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચ છે. આ સિવાય ફૂટબોલમાં પુરુષ અને મહિલા ટીમો જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ખેલાડીઓ પણ રોઇંગ અને સેલિંગમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે.
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના અભિયાનની શરૂઆત ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા સામેની મેચ સાથે થઈ છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોને સીધી ક્વાર્ટર ફાઈનલ રમવાની તક આપવામાં આવી છે.

સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પર બે મેચનો પ્રતિબંધ હોવાના કારણે ટીમનું સંચાલન કરી રહી છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતની આ પ્રથમ મેચ છે.
એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉ શહેરમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી યોજાવાની છે, પરંતુ મહિલા ક્રિકેટ સહિત અનેક ઈવેન્ટની ક્વોલિફાયર મેચો પહેલાથી જ રમાઈ રહી છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમી રહી છે. મહિલા ક્રિકેટની ફાઇનલ મેચ 25 સપ્ટેમ્બરે યોજાશે.
ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે જ્યારે મહિલા ટીમનો સામનો ચાઈનીઝ તાઈપેઈ સામે થશે. મેન્સ ટીમની બીજી ગ્રુપ સ્ટેજની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બપોરે 1.30 વાગ્યાથી રમાશે, જ્યારે મહિલા ટીમની પ્રથમ ગ્રુપ સ્ટેજની મેચ સાંજે 5.00 વાગ્યાથી ભારત અને ચાઈનીઝ તાઈપેઈ વચ્ચે રમાશે. આજે સવારે 6.30 વાગ્યાથી ભારત અને મલેશિયા વચ્ચે મહિલા ક્રિકેટ ટીમની ક્વાર્ટર ફાઈનલ રમાઈ રહી છે.
એશિયન ગેમ્સ 2023 ક્રિકેટનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ રહેશે. એશિયન ગેમ્સ 2023નું સોની સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જ્યાં ચાહકો આ મેચોને લાઈવ જોઈ શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
