ફુટબોલ જગલ્સમાં આકાશે બાજી મારી, આ રેકોર્ડ પોતાના નામે કર્યા

ફુટબોલ જગલ્સમાં આકાશે બાજી મારી, આ રેકોર્ડ પોતાના નામે કર્યા

આકાશનો જન્મ 20 ફેબ્રુઆરી 2000ના રોજ ગુજરાતના ભુજમાં થયો હતો. પિતા મનોજ કુમાર એક્સ સર્વિસમેન (એરફોર્સ) અને હાલમાં દિલ્હી સ્થિત આવેલી તિસ હઝારી કોર્ટમાં કામ કરે છે. આકાશનો વડો ભાઈ સની ભટનાગરે તેને સ્પોર્ટ્સ કરિયરમાં આગળ વધવા માટે વર્ષ 2012માં પ્રેરિત કર્યો હતો. જણાવી દઈએ કે સની ભટનાગર મોડર્ન માર્શનલ આર્ટ 'જીત કુને દો'માં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સપર્સનની ખ્યાતી ધરાવે છે. બન્ને ભાઈઓ તેમના સ્કૂલ જીવન દરમ્યાન સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેરિત થયા હતા અને દિલ્હીની IGIPESS યૂનિવર્સિટી ખાતે આ ક્ષેત્રમાં ડિગ્રી મેળવવા ગયા હતા.

akash

આકાશે ફુટબોલની કેટલીય પ્રોફેશનલ મેચ રમી છે. હિમાચલ પ્રદેશના કુલુમાં રમાયેલ સિનિયર સ્ટેટ ફુટબોલ ટૂર્નામેન્ટ દરમ્યાન તેના ડાબા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી. આ ઘટનાએ તેને ફુટબોલમાં કરિયરને લઈને વિચારતો કરી મૂક્યો હતો. જો કે સ્પોર્ટ્સ સાયન્સિસનો ઉત્સાહિત વિદ્યાર્થી હોવાથી આકાશે પોતાના પ્રોફેસર પાસે ટ્રીટમેન્ટમાં મદદ મેળવી અને સફળતાપૂર્વક રિકવર થઈ ગયો. સંપૂર્ણ રિકવરીમાં આકાશને 10 મહિના જેટલો સમય લાગ્યો. ઈજાગ્રસ્ત હતો તે સમય દરમ્યાન આકાશે 15 કિલો વજન વધારી લીધો હતો. જો કે ઈજા પણ આકાશને સ્પોર્ટ્સથી દૂર ના રાખી શકી.

જો કે આ દરમ્યાન કોવિડ 19 મહામારીને કારણે દેશભરના સ્પોર્ટ્સ અસરગ્રસ્ત થયાં અને ખાસ કરીને ખેલાડીઓના કરિયરને અસર પહોંચી. તમામ લૉકડાઉન પ્રતિબંધો દરમ્યાન, કોઈ કોમ્પલેક્સ ખુલ્લા નહોતા, ઘરે પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ઉપકરણો ઉપલબ્ધ ના હોવાથી આકાશને સપનું પુરું કરવામાં ઘણી અડચણો આવી, જો કે મહામારી પણ આકાશને રોકી ના શકી. "હંમેશા આપણી પાસે લક્ષ્ય સુધી પહોંચવાનો બીજો રસ્તો પણ હોય જ છે, બસ આપણે ક્યાં જવું તે જોવું પડે છે." આકાશે કહ્યું. આ દરમ્યાન તેને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સ વિશે માલૂમ પડ્યું. ફિટનેસ યથાવત રાખવા લૉકડાઉન દરમ્યાન આકાશે ખુબ મહેનત કરી. હાલ આકાશ 3 ઈન્ડિયન રેકોર્ડ્સ, 3 એશિયન રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સ 2021નું ગ્રાન્ડટાઈટલ ધરાવે છે. આકાશે સાબિત કરી દીધું કે ધગશ અને જુસ્સો હોય તો કોઈપણ સપનું સાકાર કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X