કોણે મિત્રતામાં 10 હજાર સૈનિકોને રશિયા મોકલ્યા,શું ખરેખર હવે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે?
Russia Ukraine war: છેલ્લા ઘણાં સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ અંગેની અપડેટ સામે આવતી હોય છે. ત્યારે આ અંગે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તર કોરિયા 10 હજાર સૈનિકોને રશિયા મોકલ્યા છે.
આ અંગે પેન્ટાગોએ જાહેરાત કરી છે કે, લગભગ 10,000 ઉત્તર કોરિયાના સૈનિકોને યુક્રેન લડાઇ માટે મોકલવામાં આવ્યા છે, જેના કારણે રશિયામાં હાજર ઉત્તર કોરિયાના સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરે છે.
એવી આશંકા છે કે, પ્યોંગયાંગના સૈન્ય હસ્તક્ષેપને કારણે યુક્રેનમાં યુદ્ધ ખતરનાક સ્તરે ફેલાઈ શકે છે અને ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે, કારણ કે ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનમાં પગ મૂકતા જ પશ્ચિમી દેશો અને નાટો માટે યૂક્રેનમાં સૈનિકો મોકલવાનો રસ્તો ખુલી જશે.
પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે સોમવારે જણાવ્યું હતું કે, પૂર્વી રશિયામાં તાલીમ માટે તૈનાત ઉત્તર કોરિયાના 10,000 સૈનિકોમાંથી કેટલાક યુક્રેનની સરહદની નજીક આવી ગયા છે.
જ્યારે ગત સપ્તાહે અમેરિકાએ અંદાજ લગાવ્યો હતો કે લગભગ 3 હજાર ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા પહોંચ્યા છે. પરંતુ, હવે આ સંખ્યા 10 હજારને પાર કરી ગઈ છે.
રશિયા પહોંચેલા ઉત્તર કોરિયાના સૈનિકો અંગે સબરીના સિંઘે પત્રકારોને કહ્યું: "તે સૈનિકોનો એક ભાગ પહેલાથી જ યુક્રેનની નજીક પહોંચી ગયો છે, અને અમે ચિંતિત છીએ કે, રશિયા આ સૈનિકોનો ઉપયોગ યુદ્ધમાં અથવા યુક્રેનની સરહદની નજીક કરશે." કુર્સ્ક ઓબ્લાસ્ટમાં યુક્રેનિયન દળો સામે લડાયક કાર્યવાહી કરવામાં રશિયાને મદદ કરવા માંગે છે."

તે જ સમયે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે કહ્યું કે, ઉત્તર કોરિયાની સૈન્ય તૈનાતી તેમના દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સમુદાય બંને માટે ખતરો છે. તેમણે મંગળવારે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે ગેરકાયદેસર લશ્કરી સહયોગની નિંદા કરી.
નાટોના સેક્રેટરી-જનરલ માર્ક રુટે સોમવારે અગાઉ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈનાતી યુક્રેન સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે રશિયાના યુદ્ધનું જોખમી વિસ્તરણ છે
રુટ્ટે ઉત્તર કોરિયાના તૈનાત સૈન્ય અંગે દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, "રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના સૈન્ય સહયોગને ગાઢ બનાવવો એ ઈન્ડો-પેસિફિક અને યુરો-એટલાન્ટિક સુરક્ષા બંને માટે ખતરો છે,"
જોકે, ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના અધિકારીએ રશિયામાં સૈનિકોની તૈનાતી અંગેના મીડિયા અહેવાલોની પુષ્ટિ કરી નથી, પરંતુ કહ્યું કે, જો પ્યોંગયાંગ આવી કાર્યવાહી કરશે, તો તે માને છે કે તે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હશે.
જો કે રશિયાએ આ સમગ્ર અહેવાલને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. મોસ્કોએ શરૂઆતમાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં ઉત્તર કોરિયાની સંડોવણીના સમાચારને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા. જો કો,
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના સૈનિકો રશિયામાં હોવાનો ઇનકાર કર્યો નથી અને કહ્યું કે, તે તેમના માટે આંતરિક મામલો છે કે તેઓ પ્યોંગયાંગ સાથે કોઈપણ ભાગીદારી સંધિને કેવી રીતે લાગુ કરે છે.
રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે સોમવારે રુટ્ટેની ટિપ્પણીઓને અવગણી હતી અને કહ્યું હતુ કે, પ્યોંગયાંગ અને મોસ્કોએ ગયા જૂનમાં સંયુક્ત સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
લવરોવે એવો પણ દાવો કર્યો હતો કે, પશ્ચિમી મિલિટરી ટ્રેનર્સ લાંબા સમયથી યુક્રેનમાં ગુપ્ત રીતે તૈનાત કરવામાં આવ્યા છે,પશ્ચિમ દેશોના સૈનિકો યૂક્રેનના સૈનિકોને લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરવાનું શીખવે છે.
ઉત્તર કોરિયાના સૈનિકો પર અમેરિકાએ શું કહ્યું? - યુક્રેનમાં ઉત્તર કોરિયાની સંડોવણી અંગે ચર્ચા કરવા માટે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન આ સપ્તાહના અંતે વોશિંગ્ટન ડીસીમાં તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષો સાથે મુલાકાત કરશે. "જો આપણે DPRK સૈનિકોને આગળની હરોળ તરફ આગળ વધતા જોઈશું, તો તેઓનેમાં યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે,"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
