કોણ છે ઝારા શતાવરી? જે દુનિયાના પહેલા AI બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જઈ રહી છે?
આ દિવસોમાં દુનિયાભરમાં AI જનરેટેડ મોડલ ઝારા શતાવરીની ખુબ ચર્ચા છે. આ ચર્ચા AI મોડલ્સના બ્યુટી કોન્ટેસ્ટને લઈને છે.
AI જનરેટેડ મોડલ ઝારા શતાવરી સોશિયલ મીડિયા Pપર ખૂબ જ લોકપ્રિય છે. AI મૉડલ્સની વિશ્વની પ્રથમ સૌંદર્ય સ્પર્ધા થઈ રહી છે. બ્રિટનની ફેનવ્યુ કંપની વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ્સના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરી રહી છે.

આમાં ભારતની AI મોડલ ટોપ-10માં સામેલ થઈ છે. ફેનવ્યુ દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ સ્પર્ધાએ સૌંદર્ય, ટેકનોલોજી અને સામાજિક પ્રભાવના મિશ્રણને દર્શાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતી ઝારાને 1,500 થી વધુ આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓમાંથી પસંદ કરવામાં આવી છે.
કોણ છે ઝારા શતાવરી?
ઝારા શતાવરીનું નિર્માણ એક ભારતીય મોબાઈલ એડવર્ટાઈઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં અદ્યતન ટેકનોલોજી અને સાંસ્કૃતિક અધિકૃતતાનું મિશ્રણ છે. ઝારા સ્વાસ્થ્ય અને ફિટનેસ ઈન્ફ્લુએન્સર છે. તેણીનું એક સોશિયલ મીડિયા પેજ પણ છે, જ્યાં તે સ્વાસ્થ્ય અને ફેશનને લગતી ટિપ્સ આપતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 8 હજારથી વધુ ફોલોઅર્સ છે.
માહિતી અનુસાર, કુલ રોકડ પુરસ્કાર $20,000 ( 16 લાખ) કરતાં વધુ છે. 10.84 લાખ રૂપિયા ઉપરાંત મિસ એઆઈ બનનાર મોડલને પબ્લિક રિલેશન માટે 4.17 લાખ રૂપિયા આપવામાં આવશે.
બે AI ન્યાયાધીશો ઉપરાંત પીઆર સલાહકાર એન્ડ્ર્યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન-ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં 1500 પ્રતિભાગીઓમાંથી ટોચના 10 AI મોડલની પસંદગી કરવામાં આવી છે. હવે પ્રથમ 3 સ્થાન મેળવનાર મોડલને ઇનામ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
