US Presidential Elections 2024 : કોણ છે ઉષા વેન્સ? જાણો પ્રેસિડેન્ટ ચૂંટણી વચ્ચે કેમ ચર્ચામા છે?
Who is Usha Vance : અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત વચ્ચે વધુ એક ભારતીય મહિલા ચર્ચામાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમની જીત બાદ ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ અને તેમની પત્ની ઉષા વાંસની પ્રશંસા કરી. આ પછી ઉષા વેન્સ સતત ચર્ચામાં છે.

ફ્લોરિડામાં પામ બીચ કાઉન્ટી કન્વેન્શન સેન્ટરમાં ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, હું અભિનંદન આપનાર પ્રથમ વ્યક્તિ બનવા માંગુ છું, હવે હું જેડી વેન્સને અભિનંદન આપી શકું છું, જે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા છે. હું તેમની સુંદર પત્ની ઉષા વેન્સને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
જણાવી દઈએ કે, ઉષા વેન્સ અમેરિકાની પ્રથમ ભારતીય મૂળની સેકન્ડ લેડી બનવા જઈ રહી છે. તેણીના માતા-પિતા ભારતીય છે અને તે ભારતના આંધ્ર પ્રદેશના વતની છે. તેઓ 1986માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાઈ થયા હતા. ઉષાનો જન્મ સાન ડિએગોમાં થયો હતો અને તેણે યેલ યુનિવર્સિટીમાંથી હાયર એજ્યુકેશન લીધુ છે. તેણી ઇતિહાસના સ્નાતક અને કાયદામાં સ્નાતક છે.
તેણી સાન ફ્રાન્સિસ્કોની એક પ્રતિષ્ઠિત પેઢીમાં કોર્પોરેટ લિટિગેટર તરીકે કામ કરે છે. તેણીએ યેલ જર્નલ ઓફ લો એન્ડ ટેકનોલોજીના મેનેજિંગ એડિટર તરીકે અને યેલ લો જર્નલના એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ એડિટર તરીકે પણ સેવા આપી છે.
ઉષા વેન્સ અને ઓહિયો સેનેટર જેડી વેન્સ પ્રથમ વખત યેલ લો સ્કૂલમાં મળ્યા હતા. આ પછી બાદમાં તેમને શિષ્યવૃત્તિ મળી. આ કપલે 2014માં કેન્ટુકીમાં લગ્ન કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
