Tulsi Gabbard : કોણ છે હિન્દુ ગૌરવ લેનારી નવી અમેરિકન ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ? જાણો કેમ ચર્ચામાં છે?
Tulsi Gabbard : અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં ઘણા હિન્દુ ચહેરા જોવા મળ્યા છે. હાલ આવી જ એક મહિલાની ખુબ ચર્ચા થઈ રહી છે.
કેબિનેટ સાથે સાથે ટ્રમ્પે ઘણા મહત્વના વિભાગોના વડાઓના નામની પણ જાહેરાત કરી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટેલિજન્સ ચીફ તરીકે તુલસી ગબાર્ડની પસંદગી કરી છે. તુલસી ગબાર્ડ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર બનશે.

તુલસી ગબાર્ડ અગાઉ ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન હતી અને પછીથી રિપબ્લિકન બની ગઈ. તુલસી ગબાર્ડના વખાણ કરતા ટ્રમ્પે તેને નિર્ભય મહિલા ગણાવી અને કહ્યું કે તે ઈન્ટેલિજન્સ વિભાગને સારી રીતે સંભાળશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે, ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે પૂર્વ ઉમેદવાર તરીકે તે બંને પક્ષોમાં વ્યાપક સમર્થન મેળવે છે અને હવે તેણી ગૌરવપૂર્ણ રિપબ્લિકન છે.
જણાવી દઈએ ખે, તુલસી ગબાર્ડે આર્મી નેશનલ ગાર્ડમાં બે દાયકા સુધી સેવા આપી છે, જેમાં ઇરાક અને કુવૈતમાં પણ તૈનાત રહી છે. તેમણે બે વર્ષ સુધી હાઉસ હોમલેન્ડ સિક્યુરિટી કમિટીમાં પણ સેવા આપી છે.
તુલસી ગબાર્ડની માતા હિંદુ હતી અને તેના પ્રભાવ હેઠળ તુલસીએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તુલસી ગબાર્ડનું નામ સાંભળીને ઘણી વાર લોકોને લાગે છે કે તેનું ભારત સાથે કોઈ જોડાણ છે પરંતુ આવુ બિલકુલ નથી.
તુલસીના પરિવારે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તુલસી પોતે હિંદુ ધર્મથી ખૂબ પ્રભાવિત છે, તેમણે ભગવત ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.
તુલસીની માતાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. જે બાદ તેણે પોતાના તમામ બાળકોને હિન્દુ નામ આપ્યા. તુલસી ગબાર્ડ ગર્વથી પોતાને હિંદુ કહે છે. તેણી પ્રથમ હિન્દુ કોંગ્રેસ મહિલા હતી.
તુલસી ગબાર્ડે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા છે. તુલસીના પિતા માઈક ગબાર્ડ રાજ્યના સેનેટર છે, જે અગાઉ રિપબ્લિકન હતા અને હવે ડેમોક્રેટ બની ગયા છે.
જણાલી દઈએ કે, 2020 તુલસી કમલા હેરિસ સામે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિની દાવેદાર હતી. જો કે, બાદમાં તે રેસમાંથી બહાર થઈ ગઈ. જે બાદ તેણે પાર્ટી છોડી દીધી.
તેમણે ડેમોક્રેટ્સ પર યુદ્ધને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા પછી ગબાર્ડે 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું અને તેમને કમલા હેરિસ સામેની ચર્ચા માટે તૈયાર કરવામાં મદદ કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
