અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ નો ખર્ચ કોણ ઉઠાવે છે?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. ટ્રમ્પના સન્માન સમારોહમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ દુનિયાના તમામ મોટા નેતાઓ આવી રહ્યાં છે.
કાર્યક્રમ માટે દુનિયાભરમાંથી મહેમાનો આવી રહ્યાં છે. આ કાર્યક્રમ પાછળ કરોડો ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચમાં મહેમાનોના સ્વાગતથી લઈને સિક્યુરિટી સહિત ઘણા પ્રકારના ખર્ચ થાય છે.

જણાવી દઈએ કે, ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે ઘણા દેશોના ટોચના નેતાઓ અને ઉદ્યોગપતિઓ અમેરિકાના વોશિંગ્ટન પહોંચી રહ્યા છે.
જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ પોતાની સુવિધા મુજબ અમેરિકા પહોંચે છે. આ પછી તેમને સુરક્ષા પૂરી પાડવાથી લઈને ખાવા-પીવાની બધી વ્યવસ્થા અમેરિકન સરકાર દ્વારા કરવામાં આવે છે. ફક્ત અમેરિકામાં જ નહીં ભારતમાં પણ જ્યારે વિદેશી મહેમાનો આમંત્રણ પર આવે છે ત્યારે સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવે છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા આવનારા તમામ મહેમાનોની સુરક્ષાથી લઈને રહેવા સુધીનો ખર્ચ અમેરિકન સરકાર ઉઠાવશે. બધા દેશોનો પ્રોટોકોલ છે કે અન્ય દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ અને અન્ય રાજદ્વારીઓની સત્તાવાર મુલાકાત અથવા આમંત્રણનો ખર્ચ બીજા દેશની સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
જો કોઈ નેતા પોતાના કોઈ અંગત કાર્યક્રમમાં જાય છે તો તે સમયનો ખર્ચ તે નેતાએ પોતે ઉઠાવવો પડે છે. આ ઉપરાંત સિક્રેટ એજન્સી તેમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના લગભગ તમામ નેતાઓને આમંત્રણ મોકલ્યા છે પરંતુ નરેન્દ્ર મોદીને નથી બોલાવ્યા. ભારત તરફથી સત્તાવાર રીતે એસ.જયશંકર શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં છે. ટ્રમ્પે મુકેશ અંબાણીને આમંત્રણ આપ્યુ છે પરંતુ નરેન્દ્ર મોદીને બાકાત રાખ્યા છે.
આ શપથગ્રહણ સમારોહમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલી, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહોંચ્યા છે.
આ સિવાય ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક, એમેઝોનના એક્ઝિક્યુટિવ ચેરમેન જેફ બેઝોસ અને મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
