શું છે ઈઝરાયેલનું યાહલોમ યુનિટ? એવુ શું ખાસ છે કે નામથી જ હમાસ ખૌફ ખાય છે?
હમાસના હુમલા બાદ ઇઝરાયેલી સેના સતત ગાઝા પર હુમલા કરી રહી છે. આ હુમલા વચ્ચે ઇઝરાયેલના ઘાતક યાહલોમ યુનિટની ખુબ ચર્ચા થઈ રહી છે.
યુદ્ધ વિરામ થતા કેટલાક નિષ્ણાતોએ તેને ઈઝરાયેલની શરણાગતિ ગણાવી હતી પરંતુ વાસ્તવિકતા આનાથી અલગ છે. ઇઝરાયેલ હજુ પણ હમાસની ટનલ શોધવામાં અને તેનો નાશ કરવામાં વ્યસ્ત છે અને અહીં યાહલોમ યુનિટ તેનું ઉદાહરણ છે.

અહેવાલો અનુસાર, યાહલોમ યુનિટને હમાસની ટનલ શોધવા અને તેને નષ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, હમાસે ગાઝામાં ઘણી ભૂગર્ભ ટનલો બનાવી છે. ઈઝરાયેલ આ ટનલોને મેટ્રો કહે છે. આ પહેલા બુધવારે ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે અલ-શિફા હોસ્પિટલની નીચે હમાસની ટનલ શોધી કાઢી છે.
ઈઝરાયેલ અનુસાર, સૈનિકો અને પત્રકારોને પણ ગાઝા શહેરના નાશ પામેલા વિસ્તારમાં અલ-શિફા હોસ્પિટલ હેઠળના બંકરોમાં લઈ જવામાં આવ્યા છે. સૈનિકોનું કહેવું છે કે આ ટનલ લગભગ 150 મીટર સુધી લાંબી છે.
હીબ્રુમાં યાહલોમ શબ્દનો અર્થ હીરા થાય છે. આ નામ પોતે જ તેની વિશેષતા દર્શાવે છે. આ યુનિટની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. 2014ના ગાઝા યુદ્ધ બાદ ઈઝરાયેલે આ યુનિટનું કદ લગભગ બમણું કર્યું અને તેને 'ઈઝરાયેલ ઓપરેશન પ્રોટેક્ટીવ એજ તરીકે ઓળખવામાં આવે છે. યાહલોમે ઓપરેશન પ્રોટેક્ટીવ એજમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઇઝરાયેલનો દાવો છે કે યાહલોમ યુનિટે હમાસની સુરંગોને નષ્ટ કરીને સેનાનું રક્ષણ કર્યું છે અને આ કારણથી આ યુનિટની ક્ષમતાઓ બમણી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
