મંદિરમાં જ યુવતીએ લોકો સામે બધા કપડા ઉતારી દીધા, જાણો શું છે પુરી ઘટના?
ઈન્ડોનેશિયાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંના પ્રખ્યાચ શહેર બાલીમાં એક મહિલાએ મંદિરમાં લોકો સામે તેના તમામ કપડા ઉતારી દીધા હતા. હવે આ ઘટના વાયરલ થઈ રહી છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, અહીં એક જર્મન મહિલાએ હંગામો કર્યો હતો. આ મહિલાએ અચાનક ત્યાં હાજર તમામ લોકોની પરવા કર્યા વગર જ પોતાના તમામ કપડા ઉતારી દેતા હંગામાનો માહોલ સર્જાયો હતો.

મહિલા કપડા ઉતાર્યા બાદ અટકી નહીં. ત્યારબાદ તે અહીંના સ્ટાફ સાથે વિવાદ કરીને આમ તેમ ભટકતી રહી હતી. આખરે મંદિર મેનેજમેન્ટે ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણ કરી હતી. જે બાદ મહિલાને કંટ્રોલમાં લેવાઈ.
અહેવાલો અનુસાર, આ 28 વર્ષની જર્મન યુવતીનું નામ દારજા છે. તેને હોટલનું બિલ પણ ચૂકવ્યું નહોતી. બીજી તરફ આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈન્ડોનેશિયા ગેરવર્તન કરતા પ્રવાસીઓ સામે કડક નિયમો લાગુ કરી રહ્યુ છે.
અચાનક મહિલાની આ હરકતથી ત્યાં હાજર લોકો ચકિત થઈ ગયા હતા. સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મંદિરમાં આ કૃત્ય કરવા બદલ ગુનો નોધી ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આ મહિલાની માનસિક હાલત ઠીક ન હોવાનું સામે આવ્યુ છે. તપાસ બાદ અધિકારીઓએ વિદેશ મંત્રાલયના પ્રોટોકોલનું પાલન કરીને યુવતીને સારવાર માટે મોકલી છે.
પોલીસે જણાવ્યું કે, તે જે હોટલમાં રોકાઈ હતી ત્યાં પણ તે કપડા વગર ફરતી હતી. પોલીસ અનુસાર, જર્મન મહિલા ગુસ્સા સાથે-સાથે દુઃખી પણ હતી. તેને કહ્યું કે તેની પાસે ઘરેથી લાવેલા રૂપિયા ખતમ થઈ ગયા હતા અને તે અહીં વધારે દિવસો સુધી રહેવા માંગતી હતી.
આ ઘટના બાદ પૂજારીઓએ મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું. ઈન્ડોનેશિયાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, બાલીમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના મામલા વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
