Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હજારો છોકરીઓ સાથે સંબંધ, ડ્રગ્ઝની લત, રાષ્ટ્રપતિ જો બાઈડેનના દીકરા હંટર બાઈડેન વિશે સનસનીખેજ ખુલાસા

જો બાઈડેનના દીકરા હંટર બાઈડેન ઉપર હજારો યુવતીઓ સાથે સંબંધ બનાવવા, ડ્રગ્ઝ લેવા જેવા ખૂબ જ સનસનીખેજ આરોપ લાગ્યા છે.

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના દીકરા હંટર બાઈડેન ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે અને તેમના ઉપર હજારો યુવતીઓ સાથે સંબંધ બનાવવા, ડ્રગ્ઝ લેવા જેવા ખૂબ જ સનસનીખેજ આરોપ લાગ્યા છે. જો બાઈડેનના દીકરા હંટર બાઈડેનના લેપટૉપને જ્યારે ખોલવામાં આવ્યુ ત્યારે એવા ફોટા સામે આવ્યા છે જેણે અમેરિકી રાજનીતિને ગરમ કરી દીધી છે. જો બાઈડેનના લેપટૉપથી તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ ઘણા સનસનીખેજ ખુલાસા કરવામાં આવ્યા છે. ડેલીમેલે હંટર બાઈડેન પર ખુલાસો કરીને લખ્યુ છે કે હંટર બાઈડેન કૉલેજના જમાનાથી જ ડ્રગ્ઝ એડિક્ટ રહ્યા છે અને તેને 10 હજારથી વધુ યુવતીઓ સાથે સંબંધ રહ્યા છે. હંટર બાઈડેન ઉપર વેશ્યાવૃત્તિમાં શામેલ હોવાનો ખુલાસો થયો છે(ફોટો સૌજન્ય - ડેલી મેલ)

જો બાઈડેનના દીકરા વિશે ખુલાસા

જો બાઈડેનના દીકરા વિશે ખુલાસા

થોડા સમય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની દીકરી વિશે ખુલાસો થયો કે તે કૉલેજના જમાનામાં ડ્રગ્ઝ એડિક્ટ હતી અને હવે તેના દીકરી હંટર બાઈડેન વિશે સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. હંટર બાઈડેનના લેપટૉપથી હજારો વિવાદિત ફોટા મળ્યા છે જેમાં તે અલગ અલગ યુવતીઓ સાથે સંબંધ બનાવતા દેખાઈ રહ્યા છે. વળી, સેંકડો ફોટા એવા છે, જે દેખાતા નથી. ડેલી મેલની રિપોર્ટ મુજબ હંટર બાઈડેનના લેપટૉપથી 1 લાખથી વધુ એસએમએસ, 2 હજારથી વધુ ફોટા અને ઘણા ડઝન વીડિયો મળ્યા છે.

હજારો વેશ્યાઓ સાથે સંબંધ

હજારો વેશ્યાઓ સાથે સંબંધ

ડેલી મેલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે જો બાઈડેનના દીકરી હંટર બાઈડનને હજારો વેશ્યાઓ સાથે સંબંધ રહ્યો છે અને તે તેમની સાથે સંબંધ બનાવતી વખતે તેનો વીડિયો પણ રેકૉર્ડ કરતા હતા.જો બાઈડેનના દીકરી પર થયેલા સનસનીખેજ ખુલાસા બાદ અમેરિકામાં સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે જો બાઈડેનના દીકરાની જગ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારવો કોઈ સભ્ય હોત તો અત્યાર સુધી આખી દુનિયા તેને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી ચૂકી હોત પરંતુ જો બાઈડેનનો દીકરો છે માટે બધા લોકો મૌન રાખી રહ્યા છે.

સેક્સ એડિક્ટ છે હંટર બાઈડેન!

સેક્સ એડિક્ટ છે હંટર બાઈડેન!

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના દીકરી હંટર બાઈડેનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યુ છે કે હંટર બાઈડેન એક મહિલાના વાળને પકડીને જોરથી ખેંચી રહ્યા છે. આ ઉપરાંત પણ એક ફોટો છે. હંટર બાઈડેનનો વધુ એક ફોટો લીક થયો છે જેમાં દેખાઈ રહ્યુ છે કે તેના ઉપર બે ટૉપલેસ મહિલાઓ બેઠી છે. આ ફોટા સામે આવ્યા બાદ સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે શું જો બાઈડેનના દીકરા સેક્સ એડિક્ટ છે.

બહુ ડાર્ક છે હંટરની લાઈફ

બહુ ડાર્ક છે હંટરની લાઈફ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના દીકરા હંટર બાઈડેનની ઉંમર 51 વર્ષની છે અને તેણે થોડા સમય પહેલા પોતાની ઑટોબાયોગ્રાફી વિશે સનસનીખેજ ખુલાસા કર્યા હતા. પોતાની ઑટોબાયોગ્રાફીમાં જો બાઈડેનના દીકરા હંટર બાઈડેને લખ્યુ હતુ કે તેણે ઘણા વર્ષો સુધી ડ્રગ્ઝ લીધી અને સેંકડો યુવતીઓ સાથે તેને સંબંધ રહ્યા છે પરંતુ ડેલી મેલે ખુલાસો કરીને લખ્યુ છે કે હંટર બાઈડેને જે ખુલાસા કર્યા છે તે કંઈ પણ નથી. હંટર બાઈડેનની જિંદગી ઘણી વધુ ડાર્ક છે અને પુસ્તકમાં ઘણી વિવાદિત વસ્તુઓનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો.

પાપોનુ પ્રાયશ્ચિત

પાપોનુ પ્રાયશ્ચિત

ડેલી મેલના રિપોર્ટ મુજબ જો બાઈડેન અને તેના દીકરા હંટર બાઈડેનના સંબંધ ઘણા તણાવપૂર્ણ રહ્યા છે જેની વાત તેના પુસ્તકમાં કરવામાં આવી નથી. વળી, લીક્ડ મેસેજથી ખુલાસો થયો છે કે હંટર બાઈડેને જો બાઈડેન સાથે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ ચર્ચા કરી હતી. એક મેસેજમાં હંટર બાઈડેને પોતાના પિતા જો બાઈડેનને લખ્યુ હતુ કે તમારે અમેરિકામાં ચૂંટણી લડવી જ પડશે કારણકે આના સહારે હું મારા પાપોનુ પ્રાયશ્ચિત કરી શકુ છુ.

લેપટૉપમાં કેદ છે સેંકડો રાઝ

લેપટૉપમાં કેદ છે સેંકડો રાઝ

જો બાઈડેનના દીકરાના તમામ ખુલાસા તેના લેપટૉપથી થયા છે. વર્ષ 2019માં હંટર બાઈડેન પોતાનુ લેપટૉપ એક દુકાના રિપેર કરાવવા માટે લઈ ગયા હતા. હંટર બાઈડેને બાદમાં કહ્યુ હતુ કે તેનુ એક લેપટૉપ ચોરી પણ થઈ ચૂક્યુ છે. માત્ર જો બાઈડેનના દીકરા હંટર બાઈડેન જ નહિ તેમની દીકરી એશ્લે બાઈડન ડ્રગ્ઝના આરોપમાં 1999માં ધરપકડ થઈ ચૂકી છે. 1999માં જો બાઈડેનની દીકરી એશ્લે બાઈડેનની ગાંજો રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે એશ્લે બાઈડેન તુલેન યુનિવર્સિટીમાં કલ્ચરલ એંથ્રોપોલૉજીનો અભ્યાસ કરી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X