US Election Result 2024 : ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?
US Election Result 2024 : અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હૈરિસને હરાવ્યા બાદ બીજી વધત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર દુનિયાભરના નેતાઓ અભિનંદન આપી રહ્યાં છે. આ ક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર જીત મળતી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા છે. અભિનંદન ટ્રમ્પ સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સાથી અને વાઇસ પ્રેસિડેન્ટ ઉમેદવાર જેડી વેન્સે કહ્યું કે, રાષ્ટ્રપતિ, આ અતુલ્ય પ્રવાસમાં મને તમારી સાથે જોડાવા માટે હું તમારો આભારી છું. તમે મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો તેના માટે હું તમારો આભાર માનું છું. મને લાગે છે કે અમે હમણાં જ યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી મહાન રાજકીય પુનરાગમન જોયું છે.
તેમણે આગળ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમે તમારા માટે, તમારા સપના માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે અને અમેરિકી ઈતિહાસમાં સૌથી મોટા રાજકીય પુનરાગમન પછી અમે તમારા સપના માટે લડવાનું ક્યારેય બંધ નહીં કરીએ.
જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પામ બીચ કાઉન્ટી કન્વેન્શન સેન્ટર ખાતે તેમના સમર્થકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, આ એક એવું આંદોલન છે જે પહેલાં કોઈએ જોયું નથી.
પ્રમાણિકપણે હું માનું છું કે આ અત્યાર સુધીનું સૌથી મોટું રાજકીય આંદોલન હતું. આ દેશમાં અને કદાચ તેનાથી આગળ આવું કંઈ જ બન્યું નથી. હવે એ મહત્વના નવા સ્તરે પહોંચવા જઈ રહ્યું છે. આપણે આપણા દેશને સાજા કરવામાં મદદ કરવા જઈ રહ્યા છીએ. આપણી પાસે એક દેશ છે જેને મદદની જરૂર છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
