US Deported Indians : અમેરિકાએ છેલ્લા 15 વર્ષમાં કેટલા ભારતીયોને પરત મોકલ્યા?
US Deported Indians : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અવૈધ પ્રવાસીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમેરિકન સરકાર આ મુદ્દે સખ્તાઈથી આગળ વધી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિમાં બ્રાઝિલ અને મેક્સિકોના પ્રવાસીઓ બાદ ભારત ત્રીજા ક્રમે સૌથી વધુ નિર્વાસનનો સામનો કરી રહ્યું છે.

જો કે ભારત સરકારે આ પ્રક્રિયાને સામાન્ય ગણાવી છે. 6 ફેબ્રુઆરી 2025ના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું કે 2009 થી અત્યાર સુધીમાં કુલ 15,756 અવૈધ ભારતીય પ્રવાસીઓને અમેરિકાએ પરત મોકલ્યા છે.
વર્ષ - નિર્વાસિત ભારતીયોની સંખ્યા
2009 - 734
2010 - 799
2011 - 597
2012 - 530
2013 - 515
2014 - 591
2015 - 708
2016 - 1,303
2017 - 1,024
2018 - 1,180
2019 - 2,042 (સૌથી વધુ)
2020 - 1,889
2021 - 805
2022 - 862
2023 - 617
2024 - 1,368
2025 - 104 (5 ફેબ્રુઆરી સુધી)
નિર્વાસનના મુખ્ય કારણ
- અમેરિકાની ઇમિગ્રેશન નીતિ હેઠળ અવૈધ પ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા પહેલાથી ચાલી આવે છે.
- ઘણા ભારતીયો માનવ તસ્કરો મારફત સીમા પાર કરીને અવૈધ રીતે અમેરિકા પ્રવેશ કરે છે.
- કાનૂની વીઝા ન મળતા કેટલાક ભારતીયો અવૈધ રીતે અમેરિકા સ્થાયી થવાનો પ્રયાસ કરે છે.
- 2012 થી ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) દ્વારા નિર્વાસન પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, 6 ફેબ્રુઆરી 2025ના રોજ એક અમેરિકન સૈન્ય વિમાન 104 ભારતીય પ્રવાસીઓને લઈને અમૃતસર પહોંચ્યું હતુ. આમાં 33 હરિયાણા, 33 ગુજરાત, 30 પંજાબ, 3 મહારાષ્ટ્ર, 3 ઉત્તર પ્રદેશ અને 2 ચંડીગઢના રહેવાસીઓ સામેલ હતા.
આ પ્રવાસીઓએ અમેરિકામાં કાનૂની પ્રવેશ માટે મોટી રકમ ચૂકવી હતી, પરંતુ માનવ તસ્કરી મારફત જોખમી મુસાફરી કરવી પડી. ICE દ્વારા જારી કરાયેલા એક વિડિયોમાં દર્શાવવામાં આવ્યું કે આ પ્રવાસીઓને હથકડી અને બેડીઓમાં બાંધવામાં આવ્યા હતા, હવે આ મુદ્દે રાજનીતિ તેજ થઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
