આ દેશના યુવાનો ઝડપથી અમીર થઈ રહ્યા છે, જાણો દેશ વિશે અને શું છે કારણ?
યુવાનો અમીર થવા માટે રાત-દિવસ મહેનત કરતા હોય છે. જો કે ભારત જેવા દેશોમાં તો પણ આઓ સપનુ જ રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નોર્વેમાં યુવાનો દુનિયામાં સૌથી ઝડપી અમીર બની ગયા છે.
નોર્વેના યુવાનો કેવી રીતે ઝડપથી અમીર બની રહ્યા છે? તે કઈ રીતે કમાણી કરી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને આપવાના છીએ.

દુનિયામાં મોંઘવારીના કારણે મુશ્કેલીઓ વધી રહી છે અને યુરોપિયન દેશોમાં કમાણી ઘટી રહી છે. પરંતુ નોર્વેમાં યુવાનોની આર્થિક સ્થિતિ અગાઉની પેઢીની સરખામણીમાં સુધરી રહી છે.
બ્રિટિશ થિંક ટેન્ક ધ રિઝોલ્યુશન ફાઉન્ડેશનના એક અહેવાલ અનુસાર, નોર્વેમાં 30 થી 35 વર્ષની વયના લોકોની સરેરાશ વાર્ષિક એવરેજ આવક લગભગ 4 લાખ 60 હજાર ક્રોનર એટલે કે લગભગ 46 લાખ રૂપિયા છે.
અહીંના યુવાનો દર વર્ષે 46 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં યુવાનોની આવકમાં 5 ટકા જ્યારે જર્મનીમાં 9 ટકાનો ઘટાડો થયો છે.
અહેવાલો અનુસાર, નોર્વે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં બેરોજગારીનો દર 10 ટકાથી ઓછો છે. રાજધાની ઓસ્લોમાં એવા યુવાનો ભાગ્યે જ જોવા મળશે જેમની પાસે નોકરી નથી કે પોતાનું કોઈ કામ નથી. લોકો સુપરમાર્કેટમાં કામ કરે છે. પ્રતિ કલાકના આધારે પૈસા કમાય છે.
અહીં ઘણા લોકો માત્ર 5 કલાકમાં લાખો રૂપિયા કમાઈ લે છે. અહીં ટેક્સના દરો ખૂબ ઊંચા છે તેમ છતાં લોકો ઘણા પૈસા બચાવે છે અને આ જ કારણ છે કે તેમની આવક વધી રહી છે. આ જ કારણ છે કે ઘણા લોકો 30 વર્ષની ઉંમર સુધીમાં પોતાનું ઘર અને કાર ખરીદી લે છે.
1966 અને 1980ની વચ્ચે જન્મેલી પાછલી પેઢીની તુલનામાં ત્યારબાદ જન્મેલા યુવાનોની આવકમાં 13 ટકાનો વધારો થયો છે. નોર્વે સંપત્તિ અને હેપ્પીનેસ રેન્કિંગના ઘણા માપદંડોમાં વિશ્વમાં નંબર વન છે.
નોર્વે તેના તેલ અને તેની સંપત્તિનું વધુ સારી રીતે સંચાલન કરી રહ્યું છે. યુવાનો બિનજરૂરી રીતે પૈસા ખર્ચતા નથી. બચતને પ્રાધાન્ય આપે છે. યુવાનો અને ઓછા પગારવાળા લોકોની આવક દર વર્ષે વધે છે અને ઓછી કમાણી અને વધુ કમાણી કરનારાઓની આવકમાં બહુ તફાવત નથી. આ સૌથી મુખ્ય કારણ છે.












Click it and Unblock the Notifications
