Syria Civil War : કોણ છે સિરિયન સરકારને ઘુંટણીએ પાડનાર મોહમ્મદ અલ જોલાની?
Syria Civil War : ગૃહ યુદ્ધની આગમાં સળગી રહેલા સિરિયામાં વિદ્રોહીઓએ તાનાશાહ રાષ્ટ્રપતિને હટાવીને સત્તા પર કબ્જાની જાહેરાત કરી છે.
વિદ્રોહિયોએ રાજધાની દમિશ્ક પર કબ્જો કરીને સરકારી ટીવી નેટવર્ક કબ્જે કરીને નવા શાસનની જાહેરાત કરી છે. વિદ્રોહીઓ સિરિયામાં આ લડાઈ મોહમ્મદ અલ જોલાનીના નેતૃત્વમાં લડી રહ્યાં છે.

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ બસર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને સેનાને આત્મ સમર્પણ માટે આદેશ કરાયા છે. જલ્દી સિરીયામાં નવી સત્તા જોવા મળશે.
સીરિયામં બળવાખોર જૂથ હયાત તહરિર અલ શામે સીરિયા પર કબજો કરવાની જાહેરાત કરી છે. આ સંગઠનના નેતા અબુ મોહમ્મદ અલ જોલાની પર દુનિયાભરની નજર છે.
વિદ્રોહી સંગઠન હયાત તહરીર અલ-શામ લાંબા સમયથી બશર સરકાર સામે લડી રહ્યા હતા. તે એક સમયે આતંકવાદી સંગઠન અલ કાયદાની શાખા હતી. જો કે, 2016માં આ સંગઠને અલ કાયદાથી પોતાને અલગ કરી લીધુ. આ અત્યંત કટ્ટરપંથી સંગઠન છે અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠન છે.
હયાત તહરિર અલ-શામના વડા અબુ મોહમ્મદ અલ-જોલાની એક ઇસ્લામિક નેતા છે અને પોતે આધુનિક હોવાનો દાવો કરે છે. જોલાનીએ અલ કાયદાથી અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારથી તેનો ઉદેશ્ય સીરિયામાં બશર અલ-અસદ સરકારને સત્તા પરથી દૂર કરવાનો હતો.
અબુ જોલાનીનો જન્મ 1982માં થયો છે અને સીરિયાની રાજધાની દમાસ્કસના માજેહ વિસ્તારમાં જ મોટો થયો છે. તેણે દાવો કર્યો છે કે તેના દાદાને 1967 માં ઇઝરાયેલે કબ્જો કરતા ગોલાન હાઇટ્સમાંથી ભાગી જવું પડ્યું હતું.
જોલાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે આપણે આપણા ઉદ્દેશ્યો વિશે વાત કરીએ છીએ ત્યારે અમારી ક્રાંતિનું લક્ષ્ય આ શાસનને ઉથલાવી નાખવાનું છે. તે લક્ષ્યને હાંસલ કરવા ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરવો એ અમારો અધિકાર છે.
જોલાનીએ 2016માં અલ-કાયદા સાથેના સંબંધો તોડી નાખ્યા પછી પોતાને વધુ ઉદારવાદી નેતા તરીકે રજુ કર્યા છે. યુએસ અને અન્ય પશ્ચિમી દેશો હજુ પણ HTSને આતંકવાદી સંગઠન માને છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
