શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ ઈમરજન્સી ખતમ કરવાનુ કર્યુ એલાન
હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી હટાવી દીધી છે.
કોલંબોઃ શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી પરંતુ હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી હટાવી દીધી છે. તેમણે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને શ્રીલંકામાંથી ઈમરજન્સી ખતમ કરવાનુ એલાન કર્યુ છે. નોંધનીય વાત છે કે આર્થિક સંકટના કારણે આખા શ્રીલંકામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના જાળવી રાખવા માટે શ્રીલંકામાં રાજપક્ષેએ ઈમરજન્સી ઘોષિત કરી હતી.

તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે હેલ્થ ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી કારણકે દેશમાં દવાઓની ભારે અછત હતી. પરંતુ હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ 5 એપ્રિલની મધ્યરાત્રિથી ઈમરજન્સીને ખતમ કરવાનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થ, વિજળી સહિત તમામ મૂળભૂત વસ્તુઓની ભારે અછત છે. જેના કારમે લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. કોરોના કાળના કારણે શ્રીલંકાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સંકટની આ ઘડીમાં ભારતે પડોશી દેશની મદદ કરીને જરૂરી સામગ્રીને શ્રીલંકા મોકલવા સાથએ 2.5 બિલિયન ડૉલરનુ લાઈન ઑફ ક્રેડિટ પણ આપ્યુ છે જેની મદદથી શ્રીલંકા ભારતથી જરૂરી સામાન આયાત કરી શકે છે.
તમને જણાવી દઈએ કે રવિવારે શ્રીલંકાના 26 મંત્રીઓએ એક સાથે રાજીનામુ આપી દીધુ હતુ. લોકોના વધતા ગુસ્સાના કારણે મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. બધા 26 મંત્રીઓ એક સંયુક્ત પત્ર જાહેર કર્યો હતો જેમાં આ લોકોએ રાજીનામુ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે તે નવી કેબિનેટની રચનાનો રસ્તો સાફ કરે છે. અમેરિકાએ મંગળવારે કહ્યુ હતુ કે શ્રીલંકાની સ્થિતિ ઘણી ચિંતાપૂર્ણ છે. સાથે જ અપીલ કરી કે સામાન્ય લોકો જે પ્રદર્શન કરી રહ્યા છે તેમની સામે બળ પ્રયોગ કરવાનુ ટાળવુ જોઈએ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
