Sri Nankana Sahib : શ્રી નનકાના સાહિબ પાકિસ્તાનમાં શીખ પરિવાર પર હુમલો, પાઘડી ઉતારીને માર્યો માર
Sri Nankana Sahib : શ્રી નનકાના સાહિબમાં કેટલાક બદમાશોએ એક શીખ પરિવાર પર હુમલો કર્યો હતો. જે દરમિયાન તેની સાથે મારપીટ પણ કરી હતી. આ ઘટના 21 જાન્યુઆરીની છે, અત્યાર સુધી આ કેસમાં એક પણ ધરપકડ કરવામાં આવી નથી.
Sri Nankana Sahib : પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર સતત હુમલાઓ થઇ રહ્યા છે. અહમદિયા સમુદાયની મસ્જિદને પર હુમલો થયા બાદ, હવે શીખ પરિવાર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રી નનકાના સાહિબમાં અમુક અસામાજિક તત્વોએ શીખ પરિવાર પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં તેમની સાથે મારપીટ કરીને તેની પાઘડી ઉતારીને જમીન પર ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના 21 જાન્યુઆરીની છે. અત્રે નોંધનીય છે કે, આ ઘટનામાં હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી.

હજૂ ધરપકડ થઈ નથી
મળતી માહિતી મુજબ, મુસ્લિમ હુમલાખોરોએ નનકાના સાહિબમાં એક શીખ પરિવાર પર હુમલો કર્યો, તેમને માર માર્યો અને તેમની પાઘડી પણ જમીન પર ફેંકી દીધી હતી. પોલીસ એફઆઈઆર મુજબ, રમઝાન ગોગી, આસિફ નન્ના, ખોર શાહી, સલમાન, ઈકબાલ, અનવર, સઈદી બીબી અને ઝુબાદા ઝૈદીએ હરવંદર સિંહ અને સતીન્દર સિંહને ઢોર માર માર્યો હતો અને તેમની પાઘડી ફાડી નાખી હતી.
આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે સાંપ્રદાયિક કલમ 452, 354, 148 અને 149 હેઠળ એફઆઈઆર નોંધી હતી, પરંતુ 18 દિવસ વીતી જવા છતાં પણ આ ઘટનાના એક પણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી.
નનકાના સાહિબ શીખ સમુદાયે વિરોધ કર્યો
આટલા દિવસો વીતી જવા છતાં હજૂ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ગુનેગારો મુક્તપણે ફરી રહ્યા છે અને શીખોને ધમકાવી રહ્યા છે. અત્યાર સુધી આ કેસમાં એક પણ ધરપકડ ન થવાને કારણે લોકોમાં રોષ છે.
5 ફેબ્રુઆરીના રોજ નનકાના સાહિબ શીખ સમુદાયે આ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક વીડિયો નિવેદનમાં, હરવંદર સિંહ, ગુરુદ્વારા જન્મસ્થાન ખાતે અન્ય શીખો સાથે ઉભા હતા, તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન, પાક આર્મી ચીફ અને પંજાબના મુખ્યમંત્રીને ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
