ફ્રાંસમાં પીએમ મોદીને મળ્યુ સર્વોચ્ચ સમ્માન, 'ગ્રાન્ડ ક્રૉસ ઑફ લીજન ઑફ ઓનર'થી કરાયા સમ્માનિત
PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં દ્વારા દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા છે.
પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમ મોદી પહેલા ઘણા નેતાઓને આ સન્માન આપવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, પ્રિન્સ ઓફ વેલ્સ કિંગ ચાર્લ્સ, પૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને આ સન્માન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફ્રાંસ પ્રવાસ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમને અહીં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ ઘણા નેતાઓ સાથે વાત કરી અને ઘણા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
પેરિસમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભારતના ઐતિહાસિક ચંદ્રયાન 3 અને UPIનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી પીએમએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ડિનર કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે ભારત એટલો વિશાળ, વિવિધતાઓથી ભરેલો છે કે આપણા ભારતીયો માટે પણ તેને જોવા અને સમજવા માટે એક જીવન ઓછું પડે છે. વિશ્વ આવા વિશાળ ભારતને જોવા આતુર છે. તમને ભારતમાં તમારી રુચિનું કંઈક ચોક્કસ મળશે.
ભારતની વિવિધતા જોઈને તમે પાગલ થઈ જશો. હિમાલયથી લઈને રણ, દરિયાકિનારા, સાહસિક રમતોથી લઈને ધ્યાન અને યોગ સુધી, ભારત પાસે દરેકને કંઈક આપવા માટે કંઈક છે. ભારતને સમજવા માટે અમારા ફ્રેન્ચ મિત્રોને ભારતમાં લાવવાની જવાબદારી તમારા બધાની છે.
તમે તેમને જેટલી મદદ કરશો તેટલા જ તેઓ આવશે. મારા ભારતના તમે બધા ભાઈઓ અને બહેનો આ કામ ખૂબ સારી રીતે કરી શકો છો. જે રીતે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં એક્સેસ કોડ દાખલ કર્યા પછી એક નવી દુનિયા ખુલે છે, તેવી જ રીતે ભારતીય સમુદાય ભારતનો પાસકોડ છે. ભારતમાં પ્રવાસન વધારવુ તેને તમારું મિશન બનાવો. ભારતમાં આવવું એટલે હજારો વર્ષનો વારસો અનુભવવો, ઈતિહાસનો અનુભવ કરવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
