તિરંગાના અપમાન મુદ્દે પ્રવાસી ભારતીયો એકજૂથ, પીએમ મોદી પાસેથી એક્શનની ઉમ્મીદ
ભારતીય દૂતાવાસ બહાર ભારતના ત્રિરંગા સાથેના વર્તનને અત્યંત વાંધાજનક ગણાવીને ભારતીયોએ યુકે સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે.

નવી દિલ્હી : લંડનમાં ભારતીય દૂતાવાસ બહાર ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય તિરંગાનું અપમાન કરતા ત્યાંના ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવતા ભારતના લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચી છે. આ ઘટના પર ભારત સરકારે પણ સત્તાવાર ચેનલ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. હવે ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારા અને ભારતીય ત્રિરંગાનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. આજે તિરંગાના સમર્થનમાં મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા.
ભારતીય દૂતાવાસ બહાર ભારતના ત્રિરંગા સાથેના વર્તનને અત્યંત વાંધાજનક ગણાવીને ભારતીયોએ યુકે સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાના અભાવને લઈને પણ બ્રિટિશ સરકાર સાથે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
સમાચારો અનુસાર, લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર એક બ્રિટિશ પોલીસકર્મી ભારતીય સમર્થકો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ખાલિસ્તાનીઓના વિરોધમાં અને ભારતની એકતાના સમર્થનમાં લોકો ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા.
#WATCH लंदन में भारतीय उच्चायोग के बाहर भारतीय समर्थकों के साथ एक ब्रिटिश पुलिसकर्मी भी डांस करता दिखाई दिया।
— ANI_HindiNews (@AHindinews) March 21, 2023
खालिस्तानियों के विरोध में और भारत की एकता के समर्थन में लोग भारतीय उच्चायोग के बाहर जमा हुए हैं। pic.twitter.com/7GfPvOU4E9
ભારત સરકારે યુકેમાં ભલે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છતાં લોકો રસ્તા પર ઉતર્યા છે. દૂતાવાસની બહાર ત્રિરંગાને નુકસાન પહોંચાડવાના નાપાક ષડયંત્રથી નારાજ વિદેશી ભારતીયો આજે લંડનમાં ત્રિરંગો લઈને રસ્તા પર ઉતર્યા હતા અને બ્રિટનને સરકારને કડક પગલાં લેવા અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
