પાકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9ના મોત, 100થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનના અમુક ભાગોમાં મંગળવારે રાતે 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. જેમાં 9 લોકોના મોત થઈ ગયા.

Earthquake

Pakistan Earthquake: પાકિસ્તાનના અમુક ભાગોમાં મંગળવારે રાતે 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. જેમાં 9 લોકોના મોત થઈ ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો અને લોકો પોતાના ઘરોમાંથી નીકળી ભાગવા લાગ્યા. પાકિસ્તાન હવામાન વિજ્ઞાન વિભાગ(પીએમડી)ના જણાવ્યા મુજબ ભૂકંપનુ કેન્દ્ર અફઘાનિસ્તાનનુ હિંદુ કુશ ક્ષેત્ર હતુ. જેની ઉંડાઈ 180 કિલોમીટર હતી.

ઉત્તર પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત ઘાટી ક્ષેત્રમાં આવેલા ભૂકંપ બાદ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના અહેવાલ મુજબ છત, દિવાલ અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાંતમાં આઠ મકાનોને આંશિક નુકસાન થયુ હતુ.

પાકિસ્તાનના સ્વાત જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લા ગાંડાપુરે જોકે જણાવ્યુ હતુ કે જિલ્લામાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે 150 લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે સૈદુ ટીચિંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રેડિયો પાકિસ્તાનના પીએમડી ડીજી મેહર સાહિબજાદ ખાનના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદ, પેશાવર, લાહોર, રાવલપિંડી, ક્વેટા, કોહાટ, લક્કી મારવત, ડેરા ઇસ્માઇલ ખાન, દક્ષિણ વજીરિસ્તાન અને દેશના અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પાકિસ્તાનની કટોકટી સેવાઓના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં છત ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. ભૂકંપમાં અન્ય ડઝનેક લોકો ઘાયલ થયા છે. ફૈઝીએ જણાવ્યુ હતુ કે મોટાભાગના ઘાયલોને બાદમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભૂકંપના કારણે કેટલાક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયુ હતુ, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

વડા પ્રધાન શેહબાઝ શરીફે ભૂકંપ પછીની કટોકટીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને સતર્ક રહેવા જણાવ્યુ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે ઈસ્લામાબાદમાં મોટી સરકારી હૉસ્પિટલો હાઈ એલર્ટ પર રહેશે. આરોગ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલની સૂચનાથી હૉસ્પિટલોને એલર્ટ આપવામાં આવ્યુ છે.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભારતની રાજધાની નવી દિલ્લી, પંજાબ, ઉત્તરાખંડ સહિત ભારતના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાન શહેર જુર્મથી 40 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં હતુ. તમને જણાવી દઈએ કે મંગળવારે મોડી રાતે પાકિસ્તાન ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન અને કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X