હવે ગાઝામાં લોહીની નદીઓ વહેશે, કોઈપણ સમયે ઈઝરાયેલી સેના મોટો જમીની હુમલો કરી શકે છે

ઈઝરાયેલા પર હમાસના હુમલા બાદ હવે ગાઝામાં લોહીની નદીઓ વહેવા જઈ રહી છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો ઈઝરાયેલે ગાઝાને જમીનદોસ્ત કરવા માટે પુરી તૈયારી કરી લીધી છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના નવમા દિવસે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે જાહેરાત કરી છે કે તે ગાઝા પટ્ટીમાં હવાઈ, જમીન અને નૌકા દળો સાથે સંયુક્ત આક્રમણ માટે તૈયાર છે.

gaza

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે, તે અત્યાર સુધી હવાઈ હુમલાઓ કરતા હતા, પરંતુ હવે તે ત્રણેય બાજુ એરફોર્સ, નેવી અને આર્મીથી ગાઝા પર હુમલો કરશે. IDPએ કહ્યું કે હુમલાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

સેનાનું આ નિવેદન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગાઝા સરહદ પાસે સૈનિકો સાથે મુલાકાત કર્યા બાદ આવ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે ગાઝા પટ્ટીમાં સૈનિકોનું મનોબળ વધાર્યું અને કહ્યું કે આગામી તબક્કો ટૂંક સમયમાં આવી રહ્યો છે.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, ઇઝરાયેલ ગાઝામાં લશ્કરી કાર્યવાહી શરૂ કરશે.

લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે જણાવ્યું કે, અમે નોંધપાત્ર લશ્કરી કાર્યવાહી ત્યારે જ શરૂ કરીશું જ્યારે અમે જોઈશું કે નાગરિકો વિસ્તાર છોડી ગયા છે.

કર્નલ કોનરિકસે કહ્યું કે, ગાઝાના લોકોએ જાણવું જોઈએ કે અમે સમય સાથે ખૂબ જ ઉદાર છીએ. અમે 25 કલાકથી વધુ સમય માટે પૂરતી ચેતવણી આપી છે. હું વધારે ન કહી શકુ કે હવે ગાઝા છોડવાનો સમય આવી ગયો છે.

આ દરમિયાન ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ટનલમાં બનેલા હમાસના સ્થાનો પર હુમલા શરૂ કરી દીધા છે. સેનાએ જબાલ્યા, ઝાયતુન, અલ-ફુરકાન અને બીત હનુન વિસ્તારોમાં ભૂગર્ભ સુરંગોમાં હુમલા કર્યા છે. અહીં ઘણા મોર્ટાર લોન્ચર નષ્ટ કરવામાં આવ્યા છે.

એક તરફ જમીન પર તો બીજી તરફ અમેરિકાએ ઈઝરાયેલની મદદ માટે ભૂમધ્ય સમુદ્રમાં બીજું યુદ્ધ જહાજ મોકલ્યું છે. યુએસ એરફોર્સ સેન્ટ્રલે શનિવારે F-15E ફાઇટર જેટ અને A-10 ગ્રાઉન્ડ-એટેક જેટને મધ્ય પૂર્વ પ્રદેશમાં તૈનાત કરવાની જાહેરાત કરી છે.

ઇઝરાયેલના ગ્રાઉન્ડ હુમલાના ડરથી હજારો પેલેસ્ટિનિયનો ઉત્તર ગાઝામાંથી ભાગી જતા રહે છે. શનિવારની બપોર સુધી ઉત્તર ગાઝામાં કેટલા પેલેસ્ટિનિયન રહ્યા તે સ્પષ્ટ નથી. એક અઠવાડિયામાં 10 લાખ લોકોએ ગાઝા છોડી દીધું છે.

લોકો ભાગીને ગાઝા શહેરની હોસ્પિટલોમાં આશ્રય લઈ રહ્યા છે. ગાઝા શહેરની મુખ્ય હોસ્પિટલ, અલ-શિફા ખાતે લગભગ 35,000 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની ભીડ એકઠી થઈ હતી. તેમાંથી ઘણા લોહીથી લથપથ હતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X