Nobel Prize 2025 Winner List: નોબેલ પુરસ્કારની જાહેરાત, કઈ શોધ માટે કોને કરવામાં આવ્યા સન્માનિત?
Nobel Prize 2025: નોબેલ પુરસ્કાર 2025ના (Nobel Prize 2025) વિજેતાઓના નામની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરની તે મહાન હસ્તીઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમણે પોતાના ક્ષેત્રમાં નવીન શોધ કરી છે, સમાજ માટે કાર્ય કર્યું છે અને દુનિયાને પ્રેરિત કરી છે.

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ સન્માન ગણાતા નોબેલ પુરસ્કારોની જાહેરાત પરંપરાગત રીતે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. આ પુરસ્કાર વિજેતાઓને તેમના વિશેષ યોગદાન માટે લગભગ 10 લાખ સ્વીડિશ ક્રોનર (ભારતીય રૂપિયામાં કરોડોની રકમ) અને એક સુવર્ણ મેડલ સાથે સન્માનિત કરે છે.
આ પુરસ્કાર વિજેતાઓની પસંદગી વિશેષ સમિતિઓ દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓ અને તેમની મહત્ત્વપૂર્ણ શોધો વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે:
નોબેલ પુરસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદી 2025
ભૌતિક વિજ્ઞાન (Nobel Prize in Physics 2025)
ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે એનાયત થયો છે, જેમણે ઇલેક્ટ્રિક સર્કિટમાં 'મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટાઇઝેશન'ની શોધ કરી છે.
વિજેતાનું નામ યોગદાન/શોધ
જૉન ક્લાર્ક (John Clarke) મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઊર્જા ક્વોન્ટાઇઝેશનની શોધ
મિશેલ એચ. ડેવોરેટ (Michel H. Devoret) મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઊર્જા ક્વોન્ટાઇઝેશનની શોધ
જૉન એમ. માર્ટિનિસ (John M. Martinis) મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઊર્જા ક્વોન્ટાઇઝેશનની શોધ
રસાયણ વિજ્ઞાન (Nobel Prize in Chemistry 2025)
રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રમાં 'મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક' (MOFs) ના વિકાસ માટે ત્રણ સંશોધકોને સન્માનિત કરવામાં આવ્યા છે.
વિજેતાનું નામ યોગદાન/શોધ
સુસુમુ કિતાગાવા (Susumu Kitagawa) મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (MOFs) નો વિકાસ
રિચર્ડ રૉબસન (Richard Robson) મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (MOFs) નો વિકાસ
ઓમાર એમ. યાઘી (Omar M. Yaghi) મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (MOFs) નો વિકાસ
ફિઝિયોલોજી અથવા મેડિસિન (Nobel Prize in Physiology or Medicine 2025)
મેડિસિનનો નોબેલ પુરસ્કાર રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) સંબંધિત મહત્ત્વપૂર્ણ શોધ માટે આપવામાં આવ્યો છે, જેણે 'પેરિફેરલ ઇમ્યુન ટૉલરન્સ'ની પદ્ધતિઓ શોધી છે.
વિજેતાનું નામ યોગદાન/શોધ
મેરી ઇ. બ્રન્કૉ (Mary E. Brunkow) પેરિફેરલ ઇમ્યુન ટૉલરન્સ સંબંધિત શોધો
ફ્રેડ રામ્સડેલ (Fred Ramsdell) પેરિફેરલ ઇમ્યુન ટૉલરન્સ સંબંધિત શોધો
શિમોન સકાગુચી (Shimon Sakaguchi) પેરિફેરલ ઇમ્યુન ટૉલરન્સ સંબંધિત શોધો
શું છે નોબેલ પુરસ્કારનો ઇતિહાસ?
નોબેલ પુરસ્કાર એ દુનિયાના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ પુરસ્કારોમાંનું એક છે. આ પુરસ્કાર દર વર્ષે એવા લોકોને આપવામાં આવે છે જેમણે વિજ્ઞાન, સાહિત્ય, શાંતિ, અર્થશાસ્ત્ર અને દવા (મેડિસિન) જેવા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપ્યું હોય.
આ પુરસ્કારની શરૂઆત 1895માં સ્વીડિશ વૈજ્ઞાનિક અને ડાયનામાઈટના શોધક આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાની વસિયતમાં જણાવ્યું હતું કે તેમની સંપત્તિમાંથી એવા લોકોને સન્માનિત કરવામાં આવે જેમણે માનવતા માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હોય. નોબેલ પુરસ્કારનો ઉદ્દેશ જ્ઞાન અને શાંતિના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
