Coronavirus: ખોબા જેવડા દેશ નાઈજીરિયાએ ચીનને આપી ચેતવણી, Video
Coronavirus: ખોબા જેવડા દેશ નાઈજીરિયાએ ચીનને આપી ચેતવણી, Video
બેઈજિંગઃ કોરોના વાયરસના કારણે માત્ર અમેરિકા અને યૂકે જેવા વિકસિત દેશ જ ચીનથી નારાજ નથી, બલકે આફ્રિકી દેશ જ્યાં બેઈજિંગના મિલિયન ડૉલર લાગેલ છે, તે પણ કમ્યુનિસ્ટ પાર્ટીનો ગઢ ચીનથી ખફા છે. નાઈજીરિયા જે ચીનના મુકાબલે દરેક રીતે ઘણો નાનો છે, તેણે ચીનને વોર્નિંગ આપી દીધી છે. નાઈજીરિયામાં ચીની દૂતાવાસને ઑફિસમાં બોલાવી દેશના નિચલા સભ્યને સ્પીકરે ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનના ગુઆનઝોઉ શહેરમાં પાછલા દિવસોમાં આફ્રિકી વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો સાથે ખરાબ વર્તાવ કર્યો હતો. તેમને કોવિડ-19ની ટેસ્ટિંગ માટે જબરદસ્તીથી મજબૂર કરવામાં આવ્યા અને તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી.

સ્પીકરે રાષ્ટ્રપતિને સંદેશ આપ્યો
નાઈજીરિયાના સ્પીકર ફેમી ગ્બજાબિયામિલાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ચીનના રાજદૂત ઝાઉ પિંગજિયાન સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ ચીનને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે. સ્પીકર દેશના પ્રેસિડેન્ટ મુહમ્મદ બુહારીની ચિંતાઓ વિશે વાત કરી રહ્યા હતા. ફેમી પિંગજિયાનને કહી રહ્યા છે, 'એક સરકાર હોવા તરીકે અમે ચીન કે પછી અન્ય દેશોના નાગરિકો સાથે થનાર ખોટા વ્યવહારની મંજૂરી નહિ આપીએ. આની સાથે જ બીજા દેશોમાં નાઈજીરિયાઈ નાગરિકો સાથે પણ ખરાબ વર્તાવ નહિ થવા દઈએ.' આગળ તેમણે કહ્યું કે, તમે જેવી રીતે તમારા નાગરિકો સાથે વ્યવહાર કરો તેવો જ વ્યવહાર અન્ય દેશોના નાગરિકો સાથે પણ કરો તેવી ઉમ્મીદ છે.

ચીને 12 લાખ કરોડનું રોકાણ કર્યું
જે બાદ ફેમીએ ચીની રાજદૂત ઝોઉને વૉર્નિંગ આપતા કહ્યું કે, અમારા નાગરિક તમારા કાનૂન તોડે તે અમે બિલકૂલ બર્દાશ્ત નહિ કરીએ પરંતુ એક નાગરિકના અપરાધની સજા આખા દેશને ના મળવી જોઈએ. આ કેસમાં આવું જ લાગ છે. તમે એક જ વલણથી આખા દેશને ના જોઈ શકો. કારણ ગમે તે હોય પરંતુ ચીનમાં તેનો ઉપયોગ આખા સમુદાય વિરુદ્ધ ના થવો જોઈએ. જો આવું થયું તો બર્દાશ્ત નહિ કરીએ. ચીનના ગુઆનઝોઉ શહેરમાં કેટલાય આફ્રીકી નાગરિકોને તેમના મકાન માલિકોએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. ચીને નાઈઝીરિયામાં વર્ષ 2018 સુધી 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
|
આફ્રીકી મૂળના લોકો પર હુમલા થઈ રહ્યા છે
ચીનમાં પાછલા દિવસોમાં વિદેશથી આવતા મામલાના કારણે કોરોનાના નવા મામલા જોવા મળ્યા છે. પરંતુ આફ્રીકી મૂળના જે લોકો સાથે ખોટો વર્તાવ કરવામાં આવ્યો, તેની ટ્રાવેલ હિસ્ટ્રી બાદ પણ તેમની સાથે મારપીટ રવામાં આવી. આફ્રીકી મહાદ્વીપમાં હવે ચીનને લઈ ઘણી નારાજગી છે. ચીની રાજદૂતે પોતાના બચાવમાં કહ્યું કે ચીનની ઑથૉરિટીજ નાઈજીરિયા સાથે સંબંધોને ગંભીરતાથી લઈ રહી છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને નાઈજીરિયાના સાંસદ ઓલોય અકીન અલાબી તરફથી શેર કરવામાં આવ્યો છે.

આખા આફ્રિકામાં ચીનને લઈ નારાજગી
આફ્રીકામાં સરકાર ઉપરાંત મીડિયા અને નાગરિકોમાં ચીનને લઈ ઘણો ગુસ્સો છે. એવા કેટલાય વીડિયો ટ્વિટર પર આવ્યા છે જેમાં ચીનની પોલીસે રસતામાં ઉંઘી રહેલા આફ્રીકી નાગરિકો અથવા ઘરોમાં રહેતા આફ્રિકી નાગરિકોને પરેશાન કર્યા હોય. ચીની ઑથોરિટી આફ્રિકી નાગરિકો પર વાયરલ ફેલાવવાનો આરોપ લગાવી રહી છે. જણાવી દઈએ કે આફ્રીકામાં ચીને કેટલાય પ્રોજેકટ્માં રોકાણ કર્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
