Nepal News: નેપાળના વચગાળાના PM બન્યા સુશીલા કાર્કી, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
Kathmandu: નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે દેશના વચગાળાના PM તરીકે શપથ લીધા છે. તેમણે આ પદ કેપી શર્મા ઓલીના રાજીનામાના ત્રણ દિવસ બાદ સંભાળ્યું છે. ઓલીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પદ છોડ્યું હતું. દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચુકેલી કાર્કીની સામે હવે નેપાળને હાલના રાજકીય સંકટમાંથી બહાર કાઢવાનો મોટો પડકાર છે. તેમની નિયુક્તિને સ્થિરતાની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Nepal Interim Government: નેપાળમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો પછી દેશ એક મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યો હતો. કેપી શર્મા ઓલી સહિત ઘણા વરિષ્ઠ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન, નેપાળને નવા વચગાળાના PM મળ્યા છે. સુશીલા કાર્કી દેશના નવા વચગાળાના PM બન્યા છે. કાર્કીના નામ પર તમામ મુખ્ય રાજકીય પક્ષો અને Gen-Z વિરોધ જૂથના પ્રતિનિધિઓ વચ્ચે સર્વસંમતિ બની હતી. સુશીલા કાર્કી 73 વર્ષના છે અને નેપાળના પ્રથમ મહિલા PM બન્યા છે.
નેપાળમાં 6 મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવવાની ઘોષણા થશે
સુશીલા સરકાર તરફથી 4 માર્ચના રોજ દેશમાં સામાન્ય ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. પહેલી કેબિનેટ બેઠકનો એજન્ડા ચૂંટણીની ઘોષણા છે. મતલબ 6 મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવવાની ઘોષણા થશે. આ શપથગ્રહણ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ રામસહાય યાદવ, મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ સિંહ રાવત હાજર રહ્યા હતા. ત્યાં પૂર્વ PM ડો. બાબૂરામ ભટ્ટરાઈ પ્રધાન સેનાપિ જનરલ અશોક રાજ સિગ્દે, મુખ્ય સચિવ એકનારાયણ અર્યાલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાઠમંડુના મેયર બાલેન શાહ પણ શપથગ્રહણ સમારંભમાં હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે, PM કેપી શર્મા ઓલીને પોતાની સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને Gen-Zના નેતૃત્વમાં 8 અને 9 સપ્ટેમ્બરના રોજ થયેલા રાષ્ટ્રવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું. Gen-Zના પ્રદર્શનકારીઓની માગ હતી કે હાલની સંસદને ભંગ કરી દેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણી સુધી એક વચગાળાની સરકાર બનાવવામાં આવે, જેને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સેના પ્રમુખ સાથે વિચાર વિમર્શ બાદ સ્વીકાર કરી લીધો છે.
કોણ છે સુશીલા કાર્કી
Sushila Karki: સુશીલા કાર્કીએ 1979માં વિરાટનગરમાં એક વકીલ તરીકે પોતાની કાનૂની કરિયરની શરુઆત કરી અને 2009માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા. તેઓ 2016માં નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાના અડગ વલણ માટે ઓળખ મળી, ખાસ કરીને ભ્રષ્ટાચારના આરોપોમાં હાલના મંત્રી જયપ્રકાશ ગુપ્તાને દોષિત ઠેરવી જેલની સજાનો આદેશ પણ આપ્યો હતો. કાર્કીએ 1975માં ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી અને 1978માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
