બાંગ્લાદેશમાં ટોળા દ્વારા વધુ હિંદુ યુવકની હત્યા
બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી છે. પાંશા પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે આ ઘટના બની.
૩૦ વર્ષીય યુવક અમૃત મંડલ ઉર્ફે સમ્રાટનું મૃત્યુ થયું છે. પોલીસે પ્રાથમિક તપાસમાં તેને ખંડણીના મામલા સાથે જોડી છે, જ્યારે સ્થાનિક અહેવાલોમાં હિંસાના પણ અહેવાલ છે.

બાંગ્લાદેશ પોલીસ અનુસાર, મૃતક સમ્રાટ પર ખંડણી અને ધાકધમકીના અનેક કેસ હતા. તે સમ્રાટ બહિની નામની ગુનાહિત ગેંગનો લીડર હોવાની ચર્ચા છે.
પોલીસે અમૃત મંડલને ગંભીર હાલતમાં શોધી કાઢ્યો અને હોસ્પિટલ ખસેડ્યા બાદ મૃત જાહેર કરાયો હતો. પોલીસ મુજબ, સમ્રાટ સામે હત્યા સહિત બે કેસ ચાલી રહ્યા હતા. આ મામલે પોલીસે સમ્રાટના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે. તેની પાસેથી પિસ્તોલ સહિત કેટલાક હથિયારો પણ જપ્ત કરાયા છે.
આ ઘટના બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર નામના અન્ય એક હિન્દુ વ્યક્તિની ટોળા દ્વારા થયેલી હત્યાના થોડા દિવસો પછી બની છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ લિંચિંગની સખત નિંદા કરીને ભારપૂર્વક જણાવ્યું કે, દેશમાં ટોળાની હિંસા અને સાંપ્રદાયિક હિંસાને કોઈ સ્થાન નથી.












Click it and Unblock the Notifications
