Li Keqiang Passed Away: ચીનના પૂર્વ PM લી કેકિયાંગને આવ્યો હાર્ટ એટેક, 68 વર્ષની વયે નિધન
Li Keqiang Passed Away: ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું શુક્રવારના રોજ નિધન થયું છે. તેઓ 68 વર્ષના હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર, કેકિઆંગનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે, લી કેકિયાંગ છેલ્લા કેટલાક સમયથી શાંઘાઈમાં વેકેશન મનાવી રહ્યા હતા. 26 ઓક્ટોબરના રોજ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ 27 ઓક્ટોબરના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

2022 માં તેમની નિવૃત્તિ સુધી, તેઓ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CCP) માં બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા. 2012 અને 2022 વચ્ચે પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય તરીકે તેઓ ચીનના ટોચના આર્થિક અધિકારી પણ રહ્યા છે. તેમણે બજાર સુધારણામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યુનિવર્સિટીમાં ભણેલા લીને એક સમયે પાર્ટી નેતૃત્વના દાવેદાર તરીકે જોવામાં આવતા હતા, પરંતુ એવું કહેવાય છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને બાજુ પર રાખવાનું શરૂ કરી દીધું હતું.
અત્રે નોંધનીય છે કે, લી કેકિયાંગ 2013 થી 2023 સુધી ચીનના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. તેઓ 2012 થી 2022 સુધી શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના બીજા સૌથી શક્તિશાળી સભ્ય હતા. લીનો જન્મ 1955માં હેફેઈ, અનહુઈ પ્રાંતમાં થયો હતો. તેમના લગ્ન અંગ્રેજી ભાષા અને સાહિત્યના ભૂતપૂર્વ પ્રોફેસર ચેંગ હોંગ સાથે થયા હતા.












Click it and Unblock the Notifications
