ઈરાને Hormuzમાં સમંદરને બનાવી દીધું સ્મશાન! મિસાઈલ હુમલામાં 10 તેલ ટેન્કરોને કર્યા રાખ
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલું યુદ્ધ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગયું છે અને મિડલ ઈસ્ટમાં તણાવ હવે તેના સૌથી વિનાશક તબક્કે પહોંચી ગયો છે. ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલા 10થી વધુ તેલ ટેન્કરો પર મિસાઈલ છોડ્યાની પુષ્ટિ કરી છે.

આ વિધ્વંસક કાર્યવાહી બાદ વિશ્વભરમાં તેલ પુરવઠો ખોરવાઈ જવાનો ખતરો પેદા થયો છે અને વૈશ્વિક અર્થતંત્ર ડગમગી ગયું છે. ચાલો જાણીએ સમંદરમાં છેડાયેલા આ ભીષણ જંગની વર્તમાન સ્થિતિ શું છે?
ઈરાનની IRGC નેવીના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ અકબરઝાદેએ 'સ્પુતનિક' અને 'ફાર્સ' સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ઈરાનની વારંવારની ચેતવણીઓને અવગણનારા 10થી વધુ તેલ ટેન્કરોને વિવિધ મિસાઈલો વડે નિશાન બનાવવામાં આવ્યા છે.
હોર્મુઝ જળમાર્ગ પર સંપૂર્ણ પ્રતિબંધ
આ હુમલાઓને કારણે ટેન્કરોમાં ભીષણ આગ લાગી છે, જેનાથી હોર્મુઝનો માર્ગ સંપૂર્ણપણે 'કિલિંગ ઝોન' માં ફેરવાઈ ગયો છે. ઈરાને હવે આ જળમાર્ગમાં જહાજોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે વિશ્વનો 20% તેલ અને LNG સપ્લાય અટકી પડ્યો છે.
શ્રીલંકા પાસે અમેરિકી સબમરીનનો મોટો હુમલો
જંગનો વ્યાપ હવે અખાતી દેશોમાંથી બહાર નીકળીને હિંદ મહાસાગર સુધી ફેલાઈ ગયો છે. બુધવારે એક અમેરિકી સબમરીને શ્રીલંકાના ગાલે (Galle) તટથી અંદાજે 40 નોટિકલ માઈલ દૂર ઈરાનના આધુનિક યુદ્ધ જહાજ IRIS Dena ને ટોર્પિડોથી ઉડાવી દીધું હતું. અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આની પુષ્ટિ કરતા કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી દુશ્મન જહાજને ટોર્પિડોથી ડુબાડવાની આ પ્રથમ ઘટના છે. આ હુમલામાં ઈરાનના ઓછામાં ઓછા 80 નૌકાસૈનિકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે 32 ને શ્રીલંકન નેવીએ રેસ્ક્યૂ કર્યા છે.
વિશ્વભરમાં પેટ્રોલનું સંકટ અને આર્થિક અસર
હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે ઓછામાં ઓછા 200 જહાજો ખુલ્લા સમુદ્રમાં ફસાયેલા છે. કતારે તેનો ગેસ સપ્લાય બંધ કરી દીધો છે, જ્યારે ઈરાક અને સાઉદી અરેબિયાને તેલ લોડિંગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- ભારત પર અસર: ભારતની મેંગલોર રિફાઇનરી અને પેટ્રોનેટ એલએનજીએ 'ફોર્સ મેઝ્યોર' (Force Majeure) નોટિસ જાહેર કરી દીધી છે.
- તેલની કિંમતો: યુદ્ધ શરૂ થયા પછી કાચા તેલની કિંમતોમાં 12% નો ઉછાળો આવ્યો છે અને ગોલ્ડમેન સેક્સે તે $76 પ્રતિ બેરલ સુધી પહોંચવાની આગાહી કરી છે.
- મહારાષ્ટ્રમાં અફરાતફરી: ભારતમાં પણ આ તણાવની સીધી અસર જોવા મળી રહી છે, જ્યાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અખાતમાં તેલની નિકાસ કરતા જહાજોને સૈન્ય સુરક્ષા (Navy Escorts) અને વીમો પૂરો પાડશે જેથી ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ ભીષણ તોપમારા વચ્ચે જહાજોને સુરક્ષા આપવી લગભગ અશક્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
