Indonesia Earthquake : ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 6.0 ની તિવ્રતાનો ભૂકંપ, સુનામીનું સંકટ
Indonesia Earthquake : ઈન્ડોનેશિયા રિંગ ઓફ ફાયર માં આવેલું છે, જે ઘણીવાર મજબૂત ભૂકંપ અને સુનામીથી પરેશાન રહે છે. કુદરતી આફતોના કારણે હજારો લોકોના મોત થયા છે.
Indonesia Earthquake : ઇન્ડોનેશિયા એ કુદરતી આપત્તિઓથી હંમેશા ઘેરાયેલો રહેતો એક ટાપુ દેશ છે. ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. આ તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. જોકે, સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, કોઇ જાનહાની નોંધાઇ નથી.

ઇન્ડોનેશિયામાં ભૂકંપ
યુએસ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના દરિયાકિનારે 48 કિલોમીટરની ઊંડાઈ સાથે આવ્યો હતો અને તેનું કેન્દ્ર આચે પ્રાંતના સિંગકિલ શહેરથી 48 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. સ્થાનિક સમય અનુસાર, આ આંચકા સવારે લગભગ 6.30 કલાકે નોંધાયા છે. આ સાથે હજૂ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.
હાલમાં સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ઇન્ડોનેશિયા, પેસિફિકમાં સ્થિત છે, રીંગ ઓફ ફાયર પર તેની સ્થિતિને કારણે વારંવાર ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિનો અનુભવ કરે છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે.
તબાહી મચાવે છે ધરતીકંપ
આ અગાઉ ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ 5.6 ની તીવ્રતાના ભૂકંપમાં ઇન્ડોનેશિયામાં ઓછામાં ઓછા 331 લોકો માર્યા ગયા હતા અને પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં લગભગ 600 લોકો ઘાયલ થયા હતા. સુલાવેસીમાં 2018 ના ભૂકંપ અને સુનામી બાદ તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર હતું, જેમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા.












Click it and Unblock the Notifications
