india china border conflict : લદ્દાખના દેપસાંગ-ડેમચોકથી ભારત-ચીન સેનાની વાપસી શરૂ, હવે પેટ્રોલિંગ શરૂ થશે
india china border conflict : ભારત અને ચીન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા બોર્ડર વિવાદનો અંત આવ્યો છે અને બન્ને સેના પાછા ફરવા માટે સહમત થઈ છે.
આ સહમતિ બાદ પુર્વી લદ્દાખના દેપસાંગ-ડેમચોક વિસ્તારમાંથી બન્ને દેશોની સેનાએ પાછા ફરવાની શરૂઆત કરી છે. હવે અહીં પેટ્રોલિંગ શરૂ થશે.

આ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકોએ બે સંઘર્ષ બિંદુઓથી પીછેહઠ શરૂ કરી છે. સંરક્ષણ અધિકારીઓ અનુસાર, ભારત અને ચીન વચ્ચેના કરારો અનુસાર ભારતીય સૈનિકોએ તેમના દારૂગોળા અને વાહનો પાછા લાવવાનું શરૂ કરી દીધું છે.
ભારતીય સૈનિકો ચાર્ડિંગ નાલાની પશ્ચિમ બાજુએ પાછા હટી ગયા છે તો ચીની સૈનિકો નાળાની પૂર્વ તરફ પીછેહઠ કરી રહ્યા છે. શુક્રવારથી ભારતીય સૈનિકોની હટવાની શરૂઆત થઈ છે. સેનાએ ટેન્ટ અને શેડ હટાવવાનું પણ શરૂ કર્યુ છે.
સૂત્રો અનુસાર, પૂર્વી લદ્દાખમાં બંને દેશોની સેનાઓ વચ્ચે વિવાદને ખતમ કરવા ભારત અને ચીન વચ્ચેની સમજૂતી થયાના દિવસો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. બંને દેશોના સૈનિકોના તંબુ અને કેટલાક કામચલાઉ સ્ટ્રક્ચર પણ હટાવી દેવાયા છે.
સૂત્રો અનુસાર, બંને બાજુ 10-12 જેટલા હંગામી બાંધકામો અને 12 ટેન્ટ છે તેને દૂર કરવામાં આવશે. ગુરુવારે 24 ઓક્ટોબરે ચીની સેનાએ આ વિસ્તારમાં વાહનોની સંખ્યામાં ઘટાડો કર્યો હતો અને ભારતીય સેનાએ પણ કેટલાક સૈનિકોને પાછા ખેંચી લીધા છે.
સૂત્રો અનુસાર, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 4-5 દિવસમાં ડેપસાંગ અને ડેમચોકમાં ફરીથી પેટ્રોલિંગ શરૂ થવાની ધારણા છે.
જણાવી દઈએ કે, 2020 થી ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં વિવાદ ચાલી રહ્યો છે. મે 2020 માં ગાલવાન ખીણમાં સૈનિકો વચ્ચે હિંસક ટક્કર બાદ વિવાદ વધ્યો હતો.
ભારત અને ચીન 21 ઓક્ટોબરે પેટ્રોલિંગ પર સહમત થયા છે. ભારતે 21 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે LAC પર પેટ્રોલિંગ કરવા માટે ચીન સાથે સમજૂતી પર પહોંચ્યુ છે. આ ચાર વર્ષથી વધુ લાંબા સૈન્ય અવરોધને સમાપ્ત કરવામાં મોટી સફળતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
