Imran khan Arrested : ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ
Imran khan Arrested : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઇના પ્રમુખ ઇમરાન ખાનને રેન્જર્સ દ્વારા ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઇના વકીલ ફૈસલ ચૌધરીએ ઇમરાન ખાનની ધરપકડની ખાત્રી કરી છે.
પીટીઆઈ નેતા મુસરરત ચીમાએ ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં કહ્યું, તેઓ અત્યારે ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે, તેઓ ખાન સાહબને માર મારી રહ્યા છે. તેઓએ ખાન સાહબ સાથે કંઈક કર્યું છે.

પીટીઆઈના અઝહર મશવાનીએ આરોપ લગાવ્યો છે કે, રેન્જર્સ દ્વારા ઈમરાનનું કોર્ટની અંદરથી "અપહરણ" કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન માટે તાત્કાલિક કોલ આપ્યો છે. આવા સમયે, પીટીઆઈના ઘણા નેતાઓનું કહેવું છે કે, ઈમરાન ખાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
આવા સમયે પીટીઆઈના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ ઈમરાન ખાનના વકીલનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ઈમરાન ખાનના વકીલ લોહીથી લથપથ જોવા મળે છે. તેના માથા પર ગંભીર ઈજા છે અને તે ખરાબ રીતે ઘાયલ જોવા મળી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
