પહેલા હું ગે હતો, સુંદર મહિલાઓએ મર્દ બનાવ્યોઃ ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે
પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેતા ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ એક વાર ફરીથી નિવેદન આપીને સનસની ફેલાવી દીધી છે.
પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેતા ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ એક વાર ફરીથી નિવેદન આપીને સનસની ફેલાવી દીધી છે. રાષ્ટ્રપતિ થોડા દિવસો પહેલા જાપાનમાં હતા અને અહીંની રાજધાની ટોકિયોમાં તેમણે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. દુતેર્તેએ કહ્યુ છે કે તે પહેલા ગે હતા પરંતુ સુંદર મહિલાઓએ તેમને સાજા થવામાં મોટી મદદ કરી. રાષ્ટ્રપતિએ જ્યારે આ નિવેદન આપ્યુ ત્યારે તેમની પાર્ટનર ત્યાં હાજર હતી. 74 વર્ષીય રોડ્રિગો પાંચ દિવસના જાપાનના પ્રવાસે હતા અને આ નિવેદન દરમિયાન તેમણે સ્ટેજ પર પાંચ મહિલાઓને કિસ પણ કરી દીધી.
|
કિસ કરવા માટે મહિલાઓની બોલાવી સ્ટેજ પર
રોડ્રિગોએ જાપાનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર હાજર ફિલીપીન્સની પાંચ મહિલાઓને ભાષણ દરમિયાન જ કિસ કરી લીધી. રોડ્રિગો જાપાનામાં હાજર ફિલીપીનો સમાજના લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. જે સમયે આ કાર્યક્રમ ખતમ થવા તરફ આગળ વધી રહ્યો હતો તે દરમિયાન તેમણે મહિલા વૉલેંટિયર્સને સ્ટેજ પર પોતાની પાસે બોલાવી લીધી. જ્યારે તેમણે પહેલી મહિલાનો કિસ કરવા કહ્યુ તો તે ચોંકી ગઈ અને તેને સમજમાં ન આવ્યુ કે રોડ્રિગોના હોઠ પર કિસ કરે કે ગાલ પર. પરંતુ બાદમાં તેણે રાષ્ટ્રપતિના ગાલ પર કિસ કરી. કિસ કર્યા બાદ તરત જ તે ત્યાંથી જતી રહી.

મહિલાઓએ રાષ્ટ્રપતિને કહ્યુ થેંક્યુ
બીજી મહિલા જ્યારે રાષ્ટ્રપતિને કિસ કરવા આવી તો તે ઘણી ઈમોશનલ હતી અને તેની આંખોમાં આંસુ હતુ. તે ફિલીપીંસના દાવોની રહેવાસી હતી. રાષ્ટ્રપતિને ગાલ પર કિસ કર્યા બાદ તે તેમનો આભાર માનીને જતી રહી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ ત્રીજી મહિલા તરફ ઈશારો કર્યો અને કિસ બાદ બંનેએ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ એ મહિલાનો હાથ પકડેલો હતો. ચોથી અને પાંચમી મહિલાએ પણ આ રીતે કર્યુ.

સુંદર મહિલાઓએ બિમારીમાંથી બચાવ્યા
ત્યારબાદ રોડ્રિગોએ ભાષણ આપ્યુ અને કહ્યુ કે સુંદર મહિલાઓએ તેમને ગે હોવાની બિમારીમાંથી બહાર કાઢ્યા. રોડ્રિગોના ટીકાકાર સીનેટર એન્ટોનિયા ટ્રિલિયાંસે તેના પર સમલૈંગિક હોવાનો આરોપ લગાવ્યો હતો. જૂન 2018માં રોડ્રિગોએ એક પરિણીત મહિલાને સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં કિસ કરી લીધી હતી. ત્યારબાદ સાઉથ કોરિયામાં રહેતા ફિલીપીનો સમાજમાં આ વિશે ઘણો વિવાદ થઈ ગયો હતો.

‘હવે હું સંપૂર્ણપણે મર્દ'
ટ્રિલિયાંસના આરોપો પર રોડ્રિગોએ અહીં કહ્યુ કે તેમને પણ લાગતુ હતુ કે તે થોડા ગે છે. તેમને આ વાતનો અહેસાસ ત્યારે થતો હતો જ્યારે તે પોતાની પૂર્વ પત્ની એલિઝાબેથ જિમ્મેરમાન સાથે હતા. એલિઝાબેઝ સાથે તેમના લગ્ન વર્ષ 2000માં ખતમ થઈ ગયા હતા. ત્યારબાદ રોડ્રિગોએ કહ્યુ કે જ્યારે તે પોતાની વર્તમાન પાર્ટનર હનીલેટ એવાનસેનાને મળ્યા તો ત્યારબાદ તેમને લાગ્યુ કે તેમનો ઈલાજ થઈ ગયો છે અને તે સંપૂર્ણપણે ઠીક છે. રોડ્રિગોએ કહ્યુ, ‘હવે હું સંપૂર્ણપણે મર્દ છુ અને મને સુંદર મહિલાઓએ સાજો કર્યો. મને ત્યારબાદ હેન્ડસમ પુરુષોથી નફરત થઈ ગઈ છે અને હવે મને સુંદર મહિલાઓ પસંદ છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
