દાઉદે કરાંચીથી કર્યો ફોન, કહ્યું, ''હું વડાપ્રધાનથી કમ નથી''
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: 1993 મુંબઇ હુમલાના માસ્ટરમાઇંડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છુપાયેલો છે. અત્યાર સુધી પાકિસ્તાન આ અંગે મનાઇ કઇ રહ્યું છે, પરંતુ હવે આ વાતનો ખુલાસો થઇ ચૂક્યો છે કે દાઉદ પાકિસ્તાનમાં છુપાયેલો છે. પાકિસ્તાનમાં રહેતો દાઉદ ત્યાં રીયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યો છે. દાઉદ પોતાને વડાપ્રધાન બરાબર તાકતવર ગણે છે.
આ દાવો કર્યો છે મોબાઇલ ડૉટ ઇને. ન્યૂઝ મોબાઇલે દાઉદની તાજેતરની ટેપ જાહેર કરી છે. તેને દાવો કર્યો છે કે તે પાકિસ્તાનના કરાંચી શહેરમાં રહી રહ્યો છે અને તે પોતાને પાકિસ્તાનના પીએમ બરાબર ગણાવી રહ્યો છે. તે પોતાને કોર્ટ, વકીલ, જજ બધુ ગણે છે. તે ના ફક્ત પોતાને પીએમ બરાબર ગણે છે પરંતુ આ અંદાજમાં તે પોતાના દુશ્મનોને પણ ધમકી આપે છે. આ ઓડિયો ટેપમાં દાઉદ કહી રહ્યો છે કે હાં હું કરાંચીમાં જ રહું છું. આ ટેપ થોડા દિવસો પહેલાંની જ છે. જેમાં તે કહી રહ્યો છે કે મારા લોકો મારી આંખો અને કાન છે. એટલા માટે મને બેસ્યા-બેસ્યા દુનિયાના સમાચાર મળી જાય છે.

તમને જાણીને આશ્વર્ય થશે કે પાક્સિતાનની સેના અને ગુપ્તચર એજેંસી આઇએસઆઇની નજરમાં દાઉદ ઇબ્રાહીમ કરાંચીના ક્લિફ્ટન વિસ્તારના વ્હાઇટ હાઉસ નામની બિલ્ડિંગમાં આરામથી રહે છે. આ ટેપમાં ડૉન દાઉદે પહેલી વાર ફોન પર કબૂલ કર્યું કે તે કરાંચીના ઘરમાં બેસીને દુનિયાભરની ડીલ કરતો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદને ભારત સરકાર ગત બે દાયકાથી શોધી રહી છે. 1993ના બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇંડ સુરક્ષા એજેંસીઓને છેતરી રહ્યો છે. હાલ તે પાકિસ્તાનમાં સંતાયેલો છે. પાકિસ્તાનમાં પણ દાઉદની અઢળક બેનામ સંપત્તિ છે અને તેમાંથી મોટાભાગની સંપત્તિ તેને પોતાની રીતે પ્રાપ્ત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
