Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે, ફેસબુક આલ્બમમાં અપલોડ કરો 10 હજાર તસવીરો

facebook
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક નવો વિચાર સામેલ કર્યો છે, જે અનુસાર તમારા મિત્રો પણ તમારા દ્વારા ક્રિએટ કરવામાં આવેલી ફોટો આલ્બમમાં યોગદાન આપી શકશે. એનો અર્થ એ થયો કે તમારા ફેસબુક ફ્રેન્ડ તમારા આલ્બમમાં ફોટો અપલોડ કરી શકે છે અને કોઇને ટેગ કરીને તેને શેર પણ કરી શકે છે.

આ ફીચરને શેર આલ્બમ નામ આપવામાં આવ્યું છે. આ નવા ફીચરના કારણે એક આલ્બમમાં 50 યુઝર્સ 200 ફોટા અપલોડ કરી શકે છે. એટલે કે હવે તમે તમારા આલ્બમમાં 10 હજાર તસવીરો અપલોડ કરી શકસો. જ્યારે પહેલા 1000 હજાર તસવીરોની લીમિટેશન હતી.

તેનાથી તમારે ગભરાવાની જરૂર નથી. તમારી મરજી વગર તમારો મિત્ર તમારા આલ્બમમાં કંઇ જ કરી નહીં શકે. તમે જે ફ્રેન્ડને સિલેક્ટ કરશો માત્ર તે જ તમારા આલ્બમમાં કોન્ટ્રીબ્યૂટ કરી શકે છે. એટલું જ નહીં શેર કરેલા આલ્બમને કોણ-કોણ જોઇ શકે છે, તેનો સંપૂર્ણ કંટ્રોલ પણ તમારા હાથમાં છે. તમને ત્રણ વિકલ્પ આપવામાં આવશે. પબ્લિક, કોન્ટ્રીબ્યુટર્સના મિત્રો અથવા માત્ર કોન્ટ્રીબ્યુટર્સ.

તમે જેને પણ કોન્ટ્રીબ્યુટર બનાવ્યા છે તેમને એક એલર્ટ મળશે કે તે તમારા આલ્બમમાં ફોટો અપલોડ કરી શકે છે. જ્યારે તમારો મિત્ર આલ્બમમાં ફોટો અપલોડ કરશે ત્યારે તમને એક એલર્ટ મળશે. તેમજ જો તમને કોન્ટ્રીબ્યુટરનો ફોટો પસંદ નથી, તો તમે તેને ડિલીટ કરી શકો છો. એટલું જ નહીં તમે તમારા મિત્રને કોન્ટ્રીબ્યુટર લિસ્ટમાંથી હટાવી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X