Donald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા, જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ
Donald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે અને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પ સાથે જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય દુનિયાના લગભગ તમામ મોટા નેતાઓની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.

શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે, અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત થઈ છે. આપણે આપણું સાર્વભૌમત્વ જાળવી રાખીશું. દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં. હવે અમેરિકામાં કોઈ ઘૂસણખોરી નહીં થાય.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ગેરકાયદેસર ઘૂસણખોરી તાત્કાલિક બંધ કરવામાં આવશે. દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવશે. મેક્સિકન સરહદ પર કટોકટી લાદવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે, આજથી આપણો દેશ ફરી સમૃદ્ધ થશે અને આખી દુનિયામાં આપણું સન્માન થશે. આપણે હવે કોઈ પણ દેશને આપણો ફાયદો ઉઠાવવા નહીં દઈએ.
આપણું સાર્વભૌમત્વ પાછી મેળવાશે. આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. સર્વોચ્ચ પ્રાથમિકતા એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે જે ગૌરવશાળી, સમૃદ્ધ અને સ્વતંત્ર હોય.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ ગ્રીન ન્યૂ ડીલનો અંત લાવશે અને ફુગાવાને કાબુમાં લેવા અને ઓટોમોબાઈલ ઉદ્યોગને વેગ આપવા માટે રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરશે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દુનિયાભરના મોટા નેતાઓ પહોંચ્યા છે. જો કે ટ્ર્મ્પે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યુ નથી. ભારત તરફથી એસ.જયશંકર સત્તાવાર મહેમાન બનીને ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
