મોડલની ખૂબસૂરતી પાછળ કરોડો ખર્ચ્યા અને હકિકત સામે આવી તો હોશ ઉડી ગયા, જાણો શું છે પુરી ઘટના?
દુનિયામાં ધીરે ધીરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની જાળ ફેલાઈ રહી છે. આ જ કારણ છે કે હવે ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને સામાન્ય ન ગણી શકાય, આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ લોકોના માથા ઉપર જઈ રહ્યો છે પરંતુ એ અલગ વાત છે કે આ દુનિયામાં જેટલી ચમક અને જાહોજલાલી દેખાય છે એટલી જ ખોખલી પણ છે. હવે સ્થિતિ એ છે કે મોડલિંગ જેવા ક્ષેત્રમાં AI લોકોની નોકરીઓ છીનવી રહ્યું છે.

હાલમાં જ બાર્સેલોનાની એક મોડલ એટનાને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. આ મોડલ જાહેરાતોમાંથી તેની મોટી કમાણીને કારણે પ્રખ્યાત થઈ છે. આ મોડલને ઘણી કંપનીઓ લાખોના કોન્ટ્રાક્ટ આપી રહી હતી અને તેમનું એકમાત્ર કામ એ હતું કે મોડલ તે બ્રાન્ડના કપડાં અથવા જૂતા પહેરીને તેની તસવીર Instagram પર પોસ્ટ કરે.
અહીં તેના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ફેન બેઝને કારણે એટનાએ એક મહિનામાં દસ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી. જો કે ત્યાં સુધી કોઈને સત્ય ખબર નહોતી.
જેના પર કંપનીએ લાખો રૂપિયાનું રોકાણ કર્યુ તે કોઈ જીવીત મોડલ નહીં પરંતુ AI મોડલ હતી. તે મોડેલિંગ એજન્સી ધ ક્લુલેસ દ્વારા બનાવવામાં આવી હતી. આ AI મોડલ કંપનીનું પરીક્ષણ હતું, જે ખૂબ જ સફળ રહ્યું.
આ પછી કંપનીએ નિર્ણય લીધો છે કે તે માત્ર AI મોડલ સાથે જ કામ કરશે. આ સફળતા પછી આ એજન્સીએ હ્યુમન મોડેલને તરીકે કામ આપવાનું બંધ કરી દીધું. એજન્સીનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મૉડલ માણસોની જેમ ડિમાન્ડિંગ નથી, તેથી તેની સાથે કામ કરવું વધુ સરળ છે.












Click it and Unblock the Notifications
