Colombia Bus Accident : કોલંબિયામાં બસ પલટી જતા 20 લોકોના મોત, 15 ઘાયલ
કોલંબિયામાં એક બસ અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. આ સાથે 15 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં પેન-અમેરિકન હાઇવે પર શનિવારની રાત્રે એક બસ પલટી ગઇ હતી, જે કારણે 20 લોકોના મોત થયા હતા.
કોલંબિયામાં એક બસ અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. આ સાથે 15 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં પેન-અમેરિકન હાઇવે પર શનિવારની રાત્રે એક બસ પલટી ગઇ હતી, જે કારણે 20 લોકોના મોત થયા હતા. આ બસ એક્સિડન્ટમાં દક્ષિણ-પશ્ચિમી શહેરો પાસ્ટો અને પોપાયન વચ્ચે સર્જાયો હતો.

ટ્રાફિક પોલીસના કેપ્ટને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે કે, આ અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં 3 અને 8 વર્ષીય બાળકીનો પણ સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બ્રેક સિસ્ટમમાં યાંત્રિક સમસ્યાને કારણે આ બસ દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અકસ્માત પહેલા એક વળાંક પર એક કાર બસની સામે આવી ગઇ હતી, ત્યારબાદ ડ્રાઈવરે સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જે કારણે બસ પલટી ગઈ હતી.
એક રિપોર્ટ અનુસાર, આ બસ પોર્ટ સિટી તુમાકોથી કાલી વચ્ચે 320 કિમીની મુસાફરી કરી રહી હતી. આ ઉપરાંત અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે, વાહનને સીધું કરવામાં, ઘાયલો અને મૃતકોની રિકવરી કરવામાં પોલીસ અને અગ્નિશામકોને નવ કલાકનો સમય લાગ્યો હતો.












Click it and Unblock the Notifications
