કેનેડા: જુનિયર હોકી ટીમ લઇ જઈ રહેલી બસનો એક્સીડંટ, 15 મૌત
કેનેડા સસ્કેચવન માં એક દર્દનાક ઘટના ઘટી છે. અહીં જુનિયર આઈસ હોકી ટીમ દુર્ઘટનાની શિકાર બની છે.
કેનેડા સસ્કેચવન માં એક દર્દનાક ઘટના ઘટી છે. અહીં જુનિયર આઈસ હોકી ટીમ દુર્ઘટનાની શિકાર બની છે. હોકી ખેલાડીઓને લઇ જઈ રહેલી બસ ટ્રક સાથે ટકરાઈ ગયી. આ દુર્ઘટનામાં 15 લોકોની મૌત થઇ ચુકી છે અને 14 લોકો ઘાયલ છે. આ દુર્ઘટના સસ્કેચવન પ્રાંતના ડિસડેલ ઉત્તરમાં હાઇવે 25 પર ઘટી હતી. આ ખેલાડીઓ નિપાવિન હોક્સ વિરુદ્ધ મેચ રમવા જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં શિકાર થયેલા લોકોની ઉમર 16 થી 21 વર્ષ વચ્ચે બતાવવામાં આવી રહી છે.

જુનિયર હોકી ટીમને લઇ જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ ગયી. આ બસમાં જુનિયર આઈસ હોકીના હમ્બોલડટ બ્રોન્સ્ક્રોસ સદસ્ય હતા. આ બસમાં કુલ 28 લોકો સવાર હતા. કેનેડા પીએમ જસ્ટિન ટ્રુડોએ દુર્ઘટના પર શોક દર્શાવ્યો છે. તેમને ટ્વિટર પર પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે હું કલ્પના પણ નથી કરી શકતો કે તેમના માતાપિતા પર શુ વીતી રહી હશે.












Click it and Unblock the Notifications
