અમેરિકન સંગઠન - હિંદુઓ પ્રત્યે નફરતનું વાતાવરણ, વિશ્વના ઘણા ભાગોમાં હુમલા વધ્યા
અમેરિકન વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા 'નેટવર્ક કોન્ટેજીયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ'એ જણાવ્યું હતું કે, હિંદુ સમુદાયના લોકો પ્રત્યે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.
અમેરિકા અને વિશ્વના ઘણા ભાગોમાં હિંદુઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા અમેરિકન વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા 'નેટવર્ક કોન્ટેજીયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ'એ જણાવ્યું હતું કે, હિંદુ સમુદાયના લોકો પ્રત્યે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. સંગઠને બ્રિટન અને કેનેડામાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા તરફ પણ ધ્યાન દોર્યું હતું.

હિંદુઓ સામે નફરત વધવાનો ડર
સંસ્થાના કો-ફાઉન્ડર અને ચીફ સાયન્સ ઓફિસર જોએલ ફિન્કેલસ્ટીને આ વાત કહી છે. તેમણે યુએસ પાર્લામેન્ટ હાઉસ સંકુલમાં 'કોલિયન ઓફ હિંદુઝ ઓફનોર્થ અમેરિકા' (COHNA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમના નવીનતમ સંશોધનના મુખ્ય મુદ્દાઓની રૂપરેખાઆપતા જણાવ્યું હતું કે, યુએસ અને કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડની ઘટનાઓ તાજેતરના સમયમાં વધી છે.
જોયલે 'હિંદુ-અમેરિકનસમુદાય'ના સભ્યોને જણાવ્યું હતું કે, અમે જોઈ રહ્યા છીએ કે, ઈંગ્લેન્ડમાં કેવા નિમ્ન સ્તરના વિરોધ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં હિંદુઓ વિરુદ્ધ નફરત વધવાની સંભાવના છે.

વધતી નફરત અંગે ચિંતા
નેટવર્ક કોન્ટેજિયન રિસર્ચ સંસ્થા એક બિન-લાભકારી સંસ્થા છે, જે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી, ગેરમાર્ગે દોરતી સામગ્રી અને દ્વેષપૂર્ણ ભાષણનો અભ્યાસ કરે છે.
કાર્યક્રમ દરમિયાન સાંસદ હેન્ક જોન્સને અમેરિકામાં હિંદુઓ પ્રત્યે નફરતની વધી રહેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. વર્તમાન સંસદમાં તેઓ એકમાત્ર બૌદ્ધ સાંસદ છે. તેમણે કહ્યું કે, આપણે આપણા ધર્મ, જાતિ અને પૃષ્ઠભૂમિ પ્રત્યે નફરત સામે એક થવું જોઈએ.

ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની તરફેણ કરે છે અમેરિકી ધારાશાસ્ત્રીઓ
અમેરિકાના પ્રભાવશાળી ધારાશાસ્ત્રીઓએ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોની હિમાયત કરતા આ દિશામાં ભારતીય-અમેરિકનસમુદાયના યોગદાનને રેખાંકિત કર્યું છે.
વેસ્ટ વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર જો મંચિન, યુએસ સંસદ સંકુલમાં ભારતના સ્વતંત્રતા દિવસનીઉજવણીમાં ભારતની તેમની મુલાકાતને યાદ કરતા, તેમણે વર્ણવ્યું હતું કે, કેવી રીતે તેમણે 'વિશ્વની સૌથી મોટી લોકશાહીની મહાનતા જાતે જોઈ અને અનુભવી.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
