100 મહિલાઓના બળાત્કારના ગુનામાં 71 વર્ષના વૃદ્ધને સજા

અમેરિકાના લુઈસિયાના રાજ્યના સેન્ટ્રલ લુઈસિયાનામાં એક 71 વર્ષીય વૃદ્ધની 100 બળાત્કાર બદલ ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના લુઈસિયાના રાજ્યના સેન્ટ્રલ લુઈસિયાનામાં એક 71 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. હાર્વે જોસેફ ફાઉન્ટેન નામક આ વ્યક્તિ પર જે આરોપ છે તેને સાંભળીને તમે ચોંકી જશો. ફાઉન્ટેન પર 100 મહિલાઓનો બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. ફાઉન્ટેનની આ મહિને ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે 10 વર્ષથી આ ગુનામાં શામેલ હતો. લુઈસિયાનાની ઑથોરિટીઝ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ફાઉન્ટેન પર ફર્સ્ટ ડિગ્રી રેપના આરોપ લાગ્યા છે અને તેણે રેપના જેટલા પણ ગુના કર્યુ તેમાંથી મોટાભાગની પીડિત સગીર હતી.

rapist

હાર્વે જોસેફ ફાઉન્ટેન પર 70 અને 80ના દશકમાં પાઈનવિલે સિટીમાં સગીર પીડિતોના રેપનો આરોપ છે. આ કેસની તપાસમાં રેપિડ્ઝ પેરિશ શેરિફની ઓફિસે જાસૂસો રોક્યા હતા. તેમને ફાઉન્ટેન સામે પુરાવા મળ્યા અને નવ એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી. ફાઉન્ટેન પર જે આરોપ લાગ્યા છે તેમાંથી 50 આરોપ ફર્સ્ટ ડિગ્રી રેપના છે. શેરિફની ઓફિસ તરફથી આ માહિતી આપવામાં આવી છે. જાસૂસોએ જેમ જેમ કેસની તપાસ શરૂ કરી તેમ તેમ તેમને ઘણા ઠોસ પુરાવા મળતા ગયા. ત્યારબાદ ફાઉન્ટેન પર કેસ નોંધવામાં આવ્યો. ફાઉન્ટેન એક મિલિયન બૉન્ડ પર જેલમાં રહેશે.

પીડિત જે 13 વર્ષથી ઓછી ઉંમરની હતી તેની સાથે ફાઉન્ટને જબરદસ્તી કરી હતી. કોઈને ગંભીર ઈજા આવી તો કોઈનું મૃત્યુ થઈ ગયુ હતુ. કોઈ પીડિત વિકલાંગ હતી તો કોઈ વૃદ્ધ મહિલા. રેપિડ્ઝ પેરિશ ડિસ્ટ્રીક્ટ એટોર્નીની ઓફિસ તરફથી આના પર કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યુ. ફાઉન્ટેન ઉપર ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે. પોલિસે કહ્યુ છે કે મામલાની તપાસ ચાલુ છે અને અન્ય સાક્ષીઓની તપાસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X