મેક્સિકોમાં ગોળીબારની ઘટનામાં 9 લોકોના મોત, 2 ઘાયલ
સેન્ટ્રલ મેક્સિકન સ્ટેટ ગુઆનાજુતાઓના એક બારમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ સાથે 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
સેન્ટ્રલ મેક્સિકન સ્ટેટ ગુઆનાજુતાઓના એક બારમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ સાથે 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક સશસ્ત્ર જૂથે બુધવારના રોજ રાત્રે 9 કલાકે સેલેયાની બહાર અપાસિયો અલ આલ્ટો શહેરના બારમાં પહોંચ્યા હતા અને ત્યાં હાજર લોકો પર ગોળીબાર કર્યો હતો.
ગુઆનાજુતાઓના સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 5 પુરૂષ અને 4 મહિલાઓના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય મહિલાઓ ઘાયલ થઇ છે.

ગોળીબારમાં 9ના મોત, 2 ઘાયલ
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોની ઓળખ થવાની બાકી છે. તે જ સમયે, આ ઘટના બાદ રાજ્ય અને સંઘીય અધિકારીઓ તેમજ નેશનલ ગાર્ડના એકમોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, આ ઘટના બાદ ગુનેગારોએ એક પોસ્ટર પણ છોડી દીધું છે, પરંતુ પોલીસ હજુ સુધી આરોપીઓને ઓળખી શકી નથી.

સશસ્ત્ર ગુનેગારોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારની રાત્રે સ્થાનિક સમયાનુસાર લગભગ 9 કલાકે હથિયારધારી લોકોનું એક જૂથ બારમાં પહોંચ્યું હતું. જ્યાં ગેંગના કેટલાક ગુનેગારોએ ગોળીબાર કર્યો હતો અને ધમકીભર્યા પેમ્ફલેટ પણ છોડી દીધા હતા.

મેક્સિકોમાં ગોળીબારની ઘટના
આ પહેલા મેક્સિકોના મેક્સિકન સિટી હોલમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં મેયરકોનરાડો મેન્ડોઝા, મેયરના પિતા અને ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા અને મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
આસિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંદૂકધારીએ રોડ પર જઈને બસો અને અન્ય વાહનોમાં આગ લગાવી દીધી હતી. સોશિયલ મીડિયાપર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, ગુનાહિત જૂથ લોસ ટેકિલરોસે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
મેક્સિકોમાં દરરોજ ગોળીબારનીઘટનાઓ બને છે. અહીં અવારનવાર ગેંગ વોર થાય છે. આ વખતે પણ જે ગોળીબાર થયો છે, તે પણ ગેંગ વોર કહેવામાં આવી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
